ટેકનીકલ શિક્ષણનો એક સૌથી મોટો સોદો: બૈજુસે 1 અબજ ડોલરમાં આકાશ એજયુ. ખરીદી

13 January 2021 07:04 PM
India Technology
  • ટેકનીકલ શિક્ષણનો એક સૌથી મોટો સોદો: બૈજુસે 1 અબજ ડોલરમાં આકાશ એજયુ. ખરીદી

ઓનલાઈન શિક્ષણની નંબર વન બ્રાન્ડ હવે ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે: વિશ્વના સૌથી મોટા શિક્ષણ સોદામાં સામેલ

નવી દિલ્હી: દેશમાં ઓનલાઈન શિક્ષણ ક્ષેત્રના એક સૌથી મોટામાં જાણીતી ઓનલાઈન એજયુકેશન બૈજુ’સે ટેકનીકલ શિક્ષણ આપતી આકાશ ઈન્સ્ટીટયુટને 1 અબજ ડોલરમાં ખરીદી લીધી છે. એજયુકેશન ફીલ્ડનો આ એક સૌથી મોટો લોકો ગણાવે છે. બૈજુ’સે એક સ્ટાર્ટઅપ તરીકે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કર્યો હતો અને તે આજે ભારતની નંબર વન એજયુકેશન બ્રાન્ડ બની ગયો છે. જયારે હવે આકાશ એજયુકેશનલ સર્વિસનો આ સોદો પાર પાડી ટેકનીકલ શિક્ષણમાં પણ પ્રવેશ કર્યો છે અને ઈડી-ટેક (એજયુકેશનલ- ટેકનોલોજી) નો આ સૌથી મોટા સોદાનો પણ એક સોદો છે. બેંગ્લોર સ્થિત બૈજુ’સ ની કિંમત 12 અબજ ડોલર ગણાય છે અને ભારતમાં કોરોના સંક્રમણમાં જે રીતે ઓનલાઈન શિક્ષણનું મહત્વ વધી ગયું છે તેનો સીધો ફાયદો બૈજુ’સને થયો છે તે ભારતનું બીજા નંબરનું સૌથી મુલ્યવાન સ્ટાર્ટઅપ છે અને તેમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ સહિતના મહારથીઓના નાણા રોકાયા છે. આકાશ એજયુકેશન એ વૈશ્ર્વિક ફાયનાન્સ કંપની બ્લેક સ્ટોનનું પીઠબળ ધરાવે છે. આકાશનું ફાઈન્ડર ચૌધરી ફેમીલી પુર્ણ રીતે તેનો હિસ્સો વેચી દેશે અને તે બ્લેક સ્ટોન ખરીદશે. બાદમાં બ્લેક સ્ટોન અને બૈજુ વચ્ચે સોદો થશે. બૈજુ’સ સ્થાપના એક શિક્ષક બૈજુ રવિચંદને કરી છે.


Related News

Loading...
Advertisement