કૃષિ કાયદાનાં વિરોધમાં કોંગ્રેસ ગામડે-ગામડે જન આંદોલન જગાડશે : વિપક્ષ નેતા ધાનાણી

13 January 2021 06:44 PM
Ahmedabad Gujarat
  • કૃષિ કાયદાનાં વિરોધમાં કોંગ્રેસ ગામડે-ગામડે જન આંદોલન જગાડશે : વિપક્ષ નેતા ધાનાણી

ગુજરાતમાં ભારત બચાવો, ખેતી બચાવોના નારા સાથે લડત અપાશે

ગાંધીનગર તા.13
ભારત સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે ભારત બચાવો ખેતી બચાવોના નારા સાથે વધુ આક્રમક બનીને આ મુદ્દાને ગામડે ગામડે અને ગલીઓ ગલીઓ સુધી પહોંચાડશે તેમ વિપક્ષી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ ને માલામાલ કરવા સંસદની અંદર બહુમતી ન હોવા છતાં પણ અસંવૈધાનિક રીતે પસાર કરેલા ખેડૂત વિરોધી કાયદા ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા જે રોક લગાવવામાં આવી છે તે સરાહનીય છે જોકે દેશમાં કમનસીબી એવી છે કે લોકોથી ચૂંટાયેલી આ ભાજપ સરકારે લોકવિરોધી કૃષિ કાળા કાયદાને સંવિધાનમાં ન હોય તે રીતે અનુસરીને પસાર કર્યો હોવાનો આક્ષેપ પક્ષી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી એ કર્યો છે આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ સરકારે દેશના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે આ ષડયંત્ર રચ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટની રોક એ પર્યાપ્ત નથી આવનાર દિવસોમાં આવા કાયદાથી ખેડૂતોને મળવાપાત્ર પોષણક્ષમ ભાવ ભૂતકાળ બની રહેશે એટલું જ નહીં દેશ અને રાજ્યમાં નફાખોરી વધી જશે પરિણામે મોંઘવારી પણ એટલી જ વધશે જેની સીધી અસર નાના કૃષિ વેપારીઓ ને થશે પરિણામે આ તમામ લોકો બેકાર બનવાની દહેશત પરેશ ધાનાણીએ વ્યક્ત કરી હતી કે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત સરકારે જે કાયદો બનાવે છે તેના કારણે માર્કેટયાર્ડની જમીન વેચાઈ જશે અને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ સંગ્રહખોરી કરીને દેશ અને રાજ્યમાં હાહાકાર મચાવશે તેઓ ભય વ્યક્ત કર્યો હતો આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર સામે છેલ્લા 60 કરતાં વધુ દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ભાજપ સરકારના પેટનું પાણી કેમ નથી હલતું આવી વિકટ સમસ્યા વચ્ચે સરકાર કોઈ નિર્ણય નથી કરતી જે શંકા ઉપજાવે છે આ તબક્કે ભારત સરકારને અપીલ કરી હતી કે ખેડૂતોના સમર્થનમાં ચર્ચા વિમર્શ કરીને તાત્કાલિક આ કાયદો નાબૂદ કરવા વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હજુ પણ પોતાની મનમાની કરશે તો આવનાર દિવસોમાં આ કાયદાનો માં ખેડૂતો અને ગ્રાહકોને પડશે પરંતુ કોંગ્રેસ પક્ષ સમગ્ર ભારત અને ગુજરાતમાં પણ ભારત બચાવો ખેતી બચાવોના નારા સાથે વધુ આક્રમક બનીને ગામડે ગામડે અને ગલીએ ગલીએ કૃષિ કાયદાનો વિરોધ કરીશું તેવી સ્પષ્ટતા પરેશ ધાનાણીએ કરી છે.


Related News

Loading...
Advertisement