હવે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે : 15 દિવસ રજીસ્ટ્રેશન બાદ ખરીદ પ્રક્રિયા

13 January 2021 06:37 PM
Ahmedabad Gujarat
  • હવે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે : 15 દિવસ રજીસ્ટ્રેશન બાદ ખરીદ પ્રક્રિયા

ત્રણેય જણસીની ખરીદી તબક્કાવાર 90 દિવસ ચાલશે : જયેશ રાદડીયા : ટેકાના ભાવે મગફળી વેચનારા ખેડૂતોના બાકી નાણા પાંચ દિવસમાં ચૂકવાશે

ગાંધીનગર તા.13
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે તુવેર ચણા અને રાયડો ની તબક્કાવાર ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપતાં અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ બાદ એટલે કે 15 મી જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી (15 દિવસ) તુવેર ખરીદીનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે આ કામગીરી અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે ત્યારબાદ 1 ફેબ્રુઆરીથી 1 મેં સુધી તુવેરની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા ચાલશે ઉલ્લેખનીય છે કે લેવું દિવસ સુધી રાજ્યના અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા તુવેર ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આ વખતે 6000 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે સરકાર દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવશે અને આ પ્રક્રિયા નિશ્ચિત કરેલા 105 સેન્ટરો ઉપર થી નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરવામાં આવશે જ્યારે ચણા ની ખરીદી પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે 16 ફેબ્રુઆરી થી 16 મેં (90દિવસ) સુધી ખરીદી ચાલશે જોકે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે ચણાનો ભાવ 4875 રૂપિયા હતો. પરંતુ આ વખતે 5100 રૂપિયા પ્રતિકવીંટલ ના ભાવે 188 કેન્દ્રો ઉપરથી ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે સરકાર દ્વારા રાયડા ની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે તેના રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા 1 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી ચાલશેજેમાં 15 દિવસની રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાદ 16 ફેબ્રુઆરી થી 16 મેં દરમ્યાન રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે 90 દિવસ સુધી રાયડાની ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જોકે આ વર્ષે રાજ્ય સરકારે પ્રતિ ક્વિન્ટલ 4650 રૂપિયાના ભાવે રાયડા ની ખરીદી કરશે અને રાજ્યના 99 કેન્દ્રો ઉપરથી આ ખરીદી કરવામાં આવશે તેમ જયેશ રાદડિયાએ જણાવ્યું છે. રાજ્યના પ્રધાન મંડળની આજની બેઠકમાં મગફળી ની પ્રક્રિયા સંપન્ન કર્યા બાદ અન્ય જણસી ચણા રાયડો અને તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો જેના અનુસંધાનમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા એ આ વિગતો આપી હતી ઉપરાંત મગફળીની સંપન્ન કરી પ્રક્રિયા અંગે વિગતો આપતા જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ટેકાના ભાવેમગફળી વેચવા નોંધાયેલા 1,8772 કિસાનોની 1060 કરોડ રૂપિયા ની 2905 મેટ્રીકટન મગફળી ખરીદી કરવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો આ તબક્કે જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી છે તેના શોમાં પણ સરકાર દ્વારા ખેડૂતોને આજદિન સુધી 928 કરોડ રૂપિયાનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસો દરમ્યાન બાકી રહેતા ખેડૂતોને તેમના ખાતામાં ચુકવણું કરી દેવાની ખાત્રી અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ આપી હતી. જ્યારે ડાંગર અને મકાઈની ટેકાના ભાવે કરવામાં આવેલી ખરીદીમાં સરકારે 128 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી જે પૈકી 104 કરોડ રૂપિયાનું ચુકવણું આજ દિન સુધી કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement