બિહારના ફગડીયા જિલ્લામાં એક મહિલાના સીઝેરીયન ઓપરેશન સમયે તબીબે બાળકનું ગળુ કાપી નાંખ્યુ હતું અને માતાને પણ ગંભીર ઈજા થતા બંનેના મૃત્યુ થયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ ટાટા ઈમરજન્સી હોસ્પીટલમાં આ મહિલાને ડીલેવરી માટે દાખલ કરવામાં આવી હતી અને બાળક ઉંધુ હોવાનું જણાવીને સીઝેરીયન કરવુ પડશે તેવુ કહીને રૂા.1 લાખ ભરી દેવા જણાવ્યું હતું. ઓપરેશન ટેબલ પર બાળકનું માથુ કાંપી નાંખવામાં આવ્યુ હતું અને માતાને પણ પેટમાં અને ગર્ભાશયમાં ગંભીર ઈજા થઈ હતી. બાળકનો પ્રસવ થયો ત્યારે માથા વગરનું ધડ આવ્યુ હતું અને માથુ અંદરથી ફરી કઢાયુ હતું જે બાદ અહી ભારે ધમાલ થઈ છે અને પોલીસે તપાસ ચાલુ કરી છે.