ઉત્તરપ્રદેશના નિવૃત્ત એકાઉન્ટન્ટની હેવાનિયત: 36 બાળકો પર આચર્યું કુકર્મ

13 January 2021 06:31 PM
India
  • ઉત્તરપ્રદેશના નિવૃત્ત એકાઉન્ટન્ટની હેવાનિયત: 36 બાળકો પર આચર્યું કુકર્મ

નશીલો પદાર્થ પીવડાવીને વારંવાર કરી પાપલીલા: વીડિયો પણ બનાવ્યા

નવીદિલ્હી, તા.13
ઉત્તરપ્રદેશમાં ઉરઈના નિવૃત્ત અધિકારીએ 36 બાળકો સાથે હેવાનિયત આચર્યાનો બનાવ પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નશીલા પદાર્થ પીવડાવીને તે વારંવાર બાળકો સાથે કુકર્મ આચરતો રહ્યો હતો. બે બાળકો દ્વારા ફરિયાદ નોંધાયા બાદ આ આખોમામલો બહાર આવ્યો છે. ઉરઈના કોન્ચથી ભગતસિંહનગરમાં રહેતાં નિવૃત્ત લેખપાલ રામ બિહારી વિરુદ્ધ વિસ્તારના બે બાળકોએ ફરિયાદ નોંધાવી છે કે તેણે બન્નેને કામ અર્થે પોતાના ઘેર બોલાવ્યા હતા. કોલ્ડ ડ્રીન્ક સાથે નશીલો પદાર્થ પીવડાવીને તેમને અશ્ર્લીલ ફિલ્મો બતાવી અને પછી તેનું યૌનશોષણ કર્યું હતું. આ બાળકોએ જણાવ્યું કે રામબિહારીએ તેની સાથે અનેક વખત હેવાનિયત આચરી હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કર્યાબાદ ખુલાસો થયો હતો કે રામબિહારીના લેપટોપ અને મોબાઈલમાં 320 અશ્વીલ વીડિયો પડ્યા છે અને તે પૈકીના અનેક વીડિયો તો તેણે કોંચના બાળકો સાથે જ બનાવ્યા છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે તેણે 36 બાળકો સાથે કુકર્મ આચર્યું છે. આ ઉપરાંત બેથી ત્રણ ગરીબ મહિલાઓ પણ છે જેને રાશન કાર્ડ અને અન્ય કામના બહાને ઘેર બોલાવીને નશીલો પદાર્થ પીવડાવ્યા બાદ તેના પર બળાત્કાર આચર્યો હતો. જો કે હજુ સુધી એ વાતનો ખુલાસો થયો નથી કે અશ્ર્લીલ વીડિયો બનાવીને તેણે ઓનલાઈન બજારમાં વીડિયો વેચ્યા છે કે નહીં. ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ કરાઈ રહી છે.


Related News

Loading...
Advertisement