અમેરિકામાં કોરોનાથી મૃત્યુનો નવો રેકોર્ડ: એક દિવસમાં 4500 મોત

13 January 2021 06:24 PM
World
  • અમેરિકામાં કોરોનાથી મૃત્યુનો નવો રેકોર્ડ: એક દિવસમાં 4500 મોત

દેશમાં 90 લાખ લોકોને વેકસીન અપાઈ: થોડા દિવસ પછી પરિણામો જોવા મળવાનો સંકેત

વોશિંગ્ટન તા.13
અમેરિકામાં કોરોનાની બે-બે વેકસીનની હાજરી હોવા છતાં પણ સંક્રમણમાં જરા પણ ઘટાડો થયો નથી અને આ દેશમાં ગઈકાલે કોરોનાથી 4500 લોકોના મૃત્યુઓનો નવો રેકોર્ડ બન્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા ગઈકાલે સૌથી વધુ રહી છે અને કુલ 389599 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. સરકાર દ્વારા વ્યાપક રીતે વેકસીનેશન શરુ કરાયુ છે પરંતુ હજુ સુધી તેની અસર દેખાઈ નથી. આ દેશમાં અત્યાર સુધીમાં 90 લાખ લોકોને કોરોના વેકસીન અપાઈ છે. જો કે વેકસીનનો પ્રભાવ 14 દિવસ પછી શરુ થાય છે અને બીજા ડોઝ બાદ તે વાસ્તવિક અસર કરે છે અને અમેરિકા એક પખવાડીયુ કોરોનાના નવા કેસ નોંધાવશે તેવો ભય છે. બીજી તરફ નેધરલેન્ડમાં સરકારે સંક્રમણની સ્થિતિ જોતા લોકડાઉન લંબાવ્યુ છે અને અત્યાર સુધીમાં 8.83 લાખ લોકો સંક્રમીત થયા છે અને 12563ના મૃત્યુ થયા છે.


Related News

Loading...
Advertisement