સુનિયોજીત-સુવિધાજનક ખેડૂત આંદોલન પાછળ જબરુ ફન્ડીંગ! કેન્દ્ર ‘કમજોર કડી’ પકડી લેશે

13 January 2021 06:02 PM
India
  • સુનિયોજીત-સુવિધાજનક ખેડૂત આંદોલન પાછળ જબરુ ફન્ડીંગ! કેન્દ્ર ‘કમજોર કડી’ પકડી લેશે

ખાલીસ્તાની તરફી ભંડોળ ઠલવાઈ રહ્યું હોવાની આશંકા: હવે વાટાઘાટો મુદે પણ પ્રશ્ન

નવી દિલ્હી: ગઈકાલે સર્વોચ્ચ અદાલતે જે રીતે ત્રણ નવા કૃષિ કાનૂનનો અમલ સસ્પેન્ડ કર્યો અને સરકારની આકરી ટીકા કરી પછી સરકારનો હજુ સતાવાર પ્રતિભાવ આવ્યો નથી અને ખેડૂતો સાથે વાટાઘાટ થશે કે કેમ તે પણ નિશ્ચિત  નથી પણ હવે સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂત આંદોલનના સામે ખાલીસ્તાની સમર્થકો પંજાબ અને દેશનો માહોલ બગાડી રહ્યા હોવાનો મુદો આગળ ધપાવશે. આજે જ સરકારે આ અંગે સુપ્રીમમાં સોગંદનામું કરવાનું છે. સુપ્રીમ કોર્ટે જે રીતે કાનૂનનો અમલ મોકુફ રાખ્યો અને ખેડૂતોને આંદોલનની છૂટ આપી તેનાથી સરકાર પાસે કઈ બચ્યું જ નથી. સુપ્રીમ નિયુક્ત કમીટીમાં કાનૂનની તરફેણ કરનારાઓની બહુમતી છે તે સરકાર માટે આશ્ર્વાસન છે પણ તે કયારે રીપોર્ટ આવે અને કયારે સુપ્રીમ તેનું અંતિમ વલણ લે તેપ્રશ્ન  છે અને ખેડુત આંદોલન ચાલુ રહે તો સરકાર ફકત લાચાર બનીને જોઈ રહે તે પણ ખરાબ સ્થિતિ ગણાશે. જે રીતે ખૂબ જ સુનિયોજીત-સુવિધાસભર આંદોલન ચાલુ છે તેની આંદોલન પાછળ મોટું ફંડીંગ કામ કરી રહ્યું હોવાની શંકા છે અને તેમાં ખાલીસ્તાની તરફી હોવાની માહિતી પણ છે અને કેન્દ્રની ઈન્ટેલીજન્સ, સુરક્ષા એજન્સીઓ સાવધ થઈ ગઈ છે. આંદોલનમાં રોજનો લાખોનો ખર્ચ એ દરેક ખેડૂતના બસની બાબત નથી અને તેથી કેન્દ્રની ચિંતા વધે તેમ છે.


Related News

Loading...
Advertisement