રાષ્ટ્રીય અન્ન સુરક્ષાના લાભાર્થીઓને હવે એક કિલો ચણા આપવા નિર્ણય

13 January 2021 05:56 PM
Gujarat
  • રાષ્ટ્રીય અન્ન સુરક્ષાના લાભાર્થીઓને હવે એક કિલો ચણા આપવા નિર્ણય

રાજયના 68 લાખથી વધુ લાભાર્થીઓને લાભ મળશે

ગાંધીનગર તા.13
રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને 1 ફેબ્રુઆરીથી એક કીલો ચણા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગેની વિગતો આપતા અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં 68,80,000( 68 લાખ થી વધુ) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા (એનએફએસએ) હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા એક કીલો ચણા ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપવાનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં રેગ્યુલર વિતરણની સાથે સાથે લાભાર્થીને સસ્તા અનાજની દુકાન ઉપર થી આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો હોવાનું જયેશ રાદડિયાએ કહ્યું હતું.


Related News

Loading...
Advertisement