સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક બીજી વખત મોકુફ

13 January 2021 05:54 PM
Veraval
  • સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક બીજી વખત મોકુફ

વેરાવળ તા.13
ત્રણેક માસ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણુંક કરવા માટે આજે સાંજે 6 વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક મળનાર હતી. આ વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાવવાના હતા. જો કે, અનિવાર્ય સંજોગોના કારણે બેઠક મુલત્વી રાખવાની ઉપરથી સુચના આવી હતી. જેના પગલે ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓને અનિવાર્ય સંજોગોના કારણે આજની વર્ચ્યુઅલ બેઠક મુલત્વી રાખવામાં આવી હોવાની જાણ કરવામાં હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ છે. બીજી વખત બેઠક મુલત્વી રહી, અત્રે નોંઘનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિઘન બાદ ટ્રસ્ટનું ચેરમેન પદ ખાલી છે. જેથી નવા ચેરમેનની નિમણુંક કરવા માટે પ્રથમ તા.11 જાન્યુઆરીના રોજ ટ્રસ્ટીઓની ઓનલાઇન બેઠક બોલાવવામાં આવેલ જે ટ્રસ્ટી એવા પ્રઘાનમંત્રી મોદીની વ્યસ્તતાના કારણે મુલત્વી રહી હતી. ત્યારબાદ આજે તા.13 જાન્યુ. ફરી બેઠક બોલાવવાનું નકકી થયેલ જે પણ અગ્મય કારણોસર મોકુફ રહી છે. હવે પછી આગામી દિવસોમાં ફરી બોલાવવામાં આવશે તેવું ટ્રસ્ટના સુત્રોમાંથી જાણવા મળેલ છે.


Loading...
Advertisement