અમદાવાદ હાઇ-વે પર પચાસ કરોડની સરકારી જમીન પરનું દબાણ હટાવાયું

13 January 2021 05:43 PM
Ahmedabad Rajkot
  • અમદાવાદ હાઇ-વે પર પચાસ કરોડની સરકારી જમીન પરનું દબાણ હટાવાયું

8000 ચો.મી. સરકારી જમીનમાં ખડકી દેવાયેલા સોળ જેટલા દબાણો હટાવતા પ્રાંત ચરણસિંહ, હોટલ-લોજ-ધાબાનો કચ્ચરઘાણ:હોટલ નજીક બાયો ડિઝલની છુપાવેલી ટેન્ક મળી આવતા વહિવટી તંત્ર ચોંકયુ, સિકસ લેન બનાવવાના કામ આડેનો અંતરાય હટાવાયો

રાજકોટ તા. 13 : રાજકોટ નજીક અમદાવાદ હાઇવે પર માલીયાસણ સર્વે નં. 333 પૈકીની સરકારી જમીનો ઉ5ર ખડકી દેવામાં આવેલા ખાનગી માલીકોના હોટલ, લોજ, રેસ્ટોરન્ટ, બાયો ડીઝલ પંપ અને મકાનોનું દબાણ આજે રાજકોટ સીટી-ર પ્રાંત અધીકારી ચરણસીંહ ગોહીલ અને તાલુકા મામલતદાર કે.એમ. કથીરીયા સહીતની ટીમે તોડી પાડી અંદાજે પ0 કરોડની સરકારી જમીન પરનું દબાણ હટાવી દીધુ હોવાનું પ્રાંત અધીકારીએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ.


રાજકોટ નજીક માલીયાસણ થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી 6 લેન હાઇવે બની રહયો છે. લાંબા સમયથી આ હાઇવેને મોટો કરવાનું કામ દબાણના કારણે પડતર રહેલુ હતુ. આ સંદર્ભે જીલ્લા કલેકટરને જાણ કરવામાં આવતા કલેકટર રેમ્યા મોહને માલીયાસણ સરકારી જમીનમાં ખડકી દેવામાં આવેલા દબાણોનો સર્વે કરી તોડી પાડવા માટે પ્રાંત અધીકારીને સુચના આપી હતી. 1પ દીવસ પહેલા માલીયાસણ થી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના બંને સાઇડના સરકારી જમીન પરના દબાણોનો તાલુકા મામલતદાર દ્વારા સર્કલ ઓફીસર દેકીવાડીયાએ સર્વે કરાવ્યો હતો અને રપ જેટલા આસામીઓને દબાણ હટાવી લેવા નોટીસ આપવામાં આવી હતી. જેનો સમય ર દીવસ પુર્વે જ પુર્ણ થતા આ તમામને ગઇકાલે માલ સામાન ખસેડી લેવા સુચીત કરવામાં આવ્યા હતા.


રાજકોટ-અમદાવાદ હાઇવે સીકસ લેનનું કામ ચાલી રહયુ છે. માલીયાસણથી ગ્રીનલેન્ડ સુધીના રોડની બંને સાઇડ ખડકી દેવામાં આવેલા 16 જેટલા દબાણો દુર કરવા આજ સવારથી પ્રાંત અધીકારીએ ડીમોલીશન શરુ કર્યુ હતુ. જેમાં ઠાકર હોટલ, પંજાબ હરીયાણા ટેમ્પો સર્વીસ, ચામુંડા હોટલ, ચાંદની હોટલ તેમજ બાયો ડીઝલ પંપ, શ્રી હરી કૃપા પેટ્રોલીયમ અને યદુનંદન બાયો ડીઝલ પંપ, ગોહાટી-ગુજરાત રોડવેઝ ખેતલા આપા ટી સ્ટોલ, સુર્યદીપ હોટલ, ગાત્રાળ ટી સ્ટોલ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ તેમજ મારુતી એન્ટરપ્રાઇઝ સહીતના દબાણોનો સમાવેશ થયો છે. આ તમામ દબાણો માલીયાસણની સરકારી સર્વે નં 333 પૈકીની જમીન ઉપર ખડકી દેવામાં આવ્યા હતા. આ તમામ દબાણો પ્રાંત અધીકારી દ્વારા ખુલા કરાવાતા હવે રાજકોટ-અમદાવાદ નો માલીયાસણથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો અધુરો રહેલો સીકસ લેન રોડનું કામ ઝડપથી પુરુ કરવામાં આવશે.


દરમ્યાન આજે દબાણ દુર કરવામાં આવતા સરકારી જમીન પર જે દબાણ કરવામાં આવ્યા છે તેમાં કેટલાક આસામીઓએ સરકારી જમીન ઉપર હોટલ-લોજ ઉભી કરી ભાડે આપી દીધી હતી. તેવુ પણ ખુલ્યુ છે જેમાં ટપુ નવઘણ, કીશનભાઇ આહીર, સુલેમાન જુણેજા, અસ્લમ પૌત્રા, બાબુ કચરા સોલંકી, પ્રતાપભાઇ રાવતભાઇ, રણજીતભાઇ ખાચરભાઇ, હીતેશભાઇ ગમારા, ઉબરભાઇ લામકા, અશ્ર્વીનભાઇ લામકા સહીતના આસામીઓનો સમાવેશ થાય છે. તેવુ પણ પ્રાંત અધીકારીએ વીગત આપતા ઉમેર્યુ હતુ.


Related News

Loading...
Advertisement