શું આપ કરોડપતિ બનવા માંગો છો? તો આપો આઈટીને કાળાધનની માહિતી

13 January 2021 05:09 PM
India Top News
  • શું આપ કરોડપતિ બનવા માંગો છો? તો આપો આઈટીને કાળાધનની માહિતી

કાળાધન-બેનામી સંપતિની ફરિયાદ કરવા- માહિતી આપવા આવકવેરા વિભાગે શરૂ કરી ઓનલાઈન સેવા

નવી દિલ્હી તા.13
આપ રાતોરાત કરોડપતિ બનવા માંગો છો? તો એક રસ્તો છે, આપ આવકવેરા વિભાગને કોઈપણ કંપની કે વ્યક્તિની કાળાનાણાની કે જાહેર ન થયેલી વિદેશમાં બેનામી સંપતિની માહિતી આપનારને જપ્ત થયેલ સંપતિમાંથી કરોડો રૂપિયાનું ઈનામ મળી શકે છે.આ માટે આવકવેરા વિભાગે કાળા નાણા- બેનામી સંપતિની ફરિયાદ માટે ઓનલાઈન ફરિયાદની વ્યવસ્થા કરી છે. ઈ-ફાઈલીંગ પોર્ટલ પર આ સુવિધા મળશે. સીબીડીટીએ જણાવ્યું હતું કે આ પ્રકારની ફરિયાદ કરવા માટે આવકવેરા વિભાગે ઓનલાઈન વિન્ડો શરૂ કરી છે. આ ઈ-ફાઈલીંગ પોર્ટર-www.incometaxindiafiling.gov.inપર સોમવારથી આ વિન્ડો સબમીટ ટેકસ ઈવેજન પિટીશન અને બેનામી પ્રોપર્ટી હોલ્ડીંગ નામથી સક્રીય કરાવાઈ છે.સીબીડીટી અનુસાર આ વિન્ડોથી ફરિયાદ કરાવનાર ‘ઈન્ફોર્મર’ કહેવાશે. વિભાગીય નિયમો અંતર્ગત કાળુધન કે બેનામી સંપતિ જપ્ત થયા બાદ તે ઈનામનો હકદાર પણ બનશે. વિભાગ બેનામી સંપતિની માહિતી આપનારને 1 કરોડ રૂપિયા અને વિદેશમાં અઘોષિત સંપતિ કે ચોરા પકડાવનાર પાંચ કરોડ સુધીના ઈનામનો હકકદાર બનશે.


Related News

Loading...
Advertisement