યુપીમાં યોગી સરકાર નાના શહેરોમાં સસ્તા દરે કોમ્યુનિટી હોલ ભાડે આપશે

13 January 2021 04:33 PM
India
  • યુપીમાં યોગી સરકાર નાના શહેરોમાં સસ્તા દરે કોમ્યુનિટી હોલ ભાડે આપશે

બજેટમાં નવી યોજનાઓને લઇને સહમતી બની : સસ્તા ભાડામાં લોકોને બહેતર સુવિધા મળશે

લખનૌ, તા. 13
ઉતર પ્રદેશની યોગી સરકારે નાના શહેરો અર્થાત નગરપાલિકા પરિષદ અને નગર પંચાયતોમાં રહેતા લોકોને સંતાનોના લગ્ન પ્રસંગ માટે તેમજ નાના મોટા આયોજનો માટે મોટુ ભાડુ ચુકવીને બેન્કવેટ હોલ-કોમ્યુનિટી હોલ કે લોન નહીં લેવી પડે, રાજય સરકાર ઓછા ભાડામાં આ વ્યવસ્થા શરૂ કરવા જઇ રહી છે. આ નવી યોજના માટે નાણાકીય વર્ષ ર0ર1-22ના બજેટમાં ટોકન મની તરીકે રૂા. પ0 કરોડની માંગ કરાઇ છે. આ મામલે નગર વિકાસ મંત્રી આશુતોષ ટંડનની અધ્યક્ષતામાં બજેટમાં નવી યોજનાઓને લઇને બેઠક યોજાઇ હતી. જેમાં નાના શહેરોમાં લગ્ન સહિતના આયોજનો માટે કોમ્યુનિટી હોલ બનાવવા માટે બજેટીય વ્યવસ્થા પર સહમતી બની હતી મંત્રીએ જણાવ્યુ હતું કે આ યોજના બાદ લોકોને સસ્તામાં બહેતર સુવિધા મળશે.


Related News

Loading...
Advertisement