ધો.10-12 બાદ હવે શાળાઓમાં અન્ય ધોરણના વર્ગો તબક્કાવાર શરૂ કરાશે : શિક્ષણમંત્રી

13 January 2021 04:30 PM
Gujarat
  • ધો.10-12 બાદ હવે શાળાઓમાં અન્ય ધોરણના વર્ગો તબક્કાવાર શરૂ કરાશે : શિક્ષણમંત્રી

સમિક્ષા કર્યા બાદ જ રાજય સરકાર નિર્ણય લેશે

ગાંધીનગર તા.13
રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા ધો.10 અને 12ની શાળાઓ શરૂ કરાયા બાદ હવે અન્ય ધોરણના વર્ગો ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.રાજ્યમાં કોરોના ના કપરા કાળમાં બંધ પડેલી શાળાઓ મા ધોરણ 10 12 અને કોલેજના અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જોકે હજુ અન્ય વર્ગો નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી એટલું જ નહીં ધોરણ 10 અને 12 ઉપરાંત કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ શાળા શરૂ થવાના પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી હતી.


જોકે આજે પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રીને આ અંગે પૂછતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં અન્ય વર્ગોનું શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય નજીકના દિવસોમાં રાજ્ય સરકાર સમીક્ષા બાદ કરાશે અને અન્ય વર્ગો પણ શરૂ થઈ જશે જોકે પ્રથમ દિવસે શાળાએ આવેલા બાળકોની હાજરી સંતોષકારક હોવાનું ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું તેમણે એમ પણ કહ્યું હતું કે સામાન્ય દિવસોમાં દિવાળી અને ઉનાળુ વેકેશન બાદ જે રીતે શાળાઓ શરૂ થાય એવું જ વાતાવરણ લાંબા સમયથી બંધ પડેલી શાળાઓમાં જોવા મળ્યું હતું એટલું જ નહીં પ્રથમ દિવસે સમગ્ર રાજ્યમાં 20 ટકા જેટલી હાજરી વિદ્યાર્થીઓની જોવા મળી હતી ત્યારબાદ તે હાજરી વધીને 48 ટકા સુધી પહોંચી હોવાનો દાવો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યો હતો.


આ તબક્કે વાલી અને વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે રાજ્ય સરકારે જે રીતે નિર્ણય કર્યો છે જે રીતે વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં પૂર્વવત થઇ ને શિક્ષણ કાર્યમાં જોડાય તેવી અપીલ કરી હતી જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે શાળા કોલેજો શરૂ કરવાના દિવસો દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફથી સારો અનુભવ અને પ્રતિસાદ મળ્યો હતો બીજી તરફ બોર્ડની પરીક્ષા અંગે પૂછતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે આ કામગીરી પણ રાજ્ય સરકાર સમયસર કરશે અને શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ તેની તારીખો જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.


Related News

Loading...
Advertisement