જામનગર માર્કેટ યાર્ડ (હાપા) ખાતે છેલ્લા 15 દિવસમાં જણસીના ભાવોમાં ભારે ઉછાળો

13 January 2021 03:46 PM
Jamnagar
  • જામનગર માર્કેટ યાર્ડ (હાપા) ખાતે છેલ્લા 15 દિવસમાં જણસીના ભાવોમાં ભારે ઉછાળો

રૂા.90 થી લઇને રૂા.405 સુધીનો ભાવ વધારો નોંધાયો: જીરૂ, તુવેર, અજમો, ચોળી અને વાલના ભાવમાં તેજી જોવા મળી

જામનગર તા.13:
જામનગરના માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોની જુદી-જુદી જણસીના ભાવમાં ખૂબ જ ચડાવ-ઉતાર આવી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક પખવાડીયામાં મગ, લસણના ભાવમાં ઘટાડો, જયારે અજમો, તુવેર, ચોળી, વાલ, જીરૂ ભાવો ઉંચકાયા છે. જયારે મગફળીના ભાવમાં 66 રૂપિયાના ઘટાડો નોંધાયો છે. જામનગર માર્કેટીંગ યાર્ડમાં 760 ખેડૂતો જુદી-જુદી જણસી સાથે 48,742 મણ વેચવા માટે થઇને આવ્યા હતા ત્યારે છેલ્લા અઠવાડિયાના સંદર્ભે ભાવની તુલના કરીએ તો મગફળીનો ભાવ રૂા.1151 સાથે રૂા.66નો ઘટાડો નોંધાયો છે. આમ છતા સરકાર દ્વારા ટેકાના ભાવ કરતા મગફળીના ભાવ ખેડૂતોને વધુ મળી રહ્યા છે. જયારે જીરાની વાત કરીએ તો જીરૂનો ભાવ રૂા.2340 સાથે 90નો ભાવ વધારો, અજમાનો ભાવમાં રૂા.415નો વધારો થતા ભાવ રૂા.5,770 રહ્યો છે. તેજ રીતે મગના ભાવમાં 405નો વધારો થતા મગની બજાર રૂા.1415એ પહોંચી છે. આ જ રીતે વાલના ભાવમાં રૂા.380નો ઉછાળો આવતા તેનો ભાવ રૂા.1280નોંધાયો છે. તે જ રીતે ચોળીના ભાવમાં રૂા.365નો વધારો નોંધાતા રૂા.1415એ પહોંચ્યો છે. જો કે લસણના ભાવમાં 195નો ગાબડુ પડતા રૂા.1255 ભાવ નીચો ઉતર્યો છે.


Loading...
Advertisement