શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જિલ્લામાં કાર્યાલયો શરૂ

13 January 2021 03:45 PM
Jamnagar
  • શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જિલ્લામાં કાર્યાલયો શરૂ
  • શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જિલ્લામાં કાર્યાલયો શરૂ

જામનગર તા.13: અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને એ માટે જામનગર જિલાના ગામે ગામના લોકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે લાલપુર ખાતે મહંત શ્રી મહેશમુનીજીના હસ્તે સરપંચ સમીરભાઈ ભેસદડિયા અને સંઘ વિહિપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન થયું. કાલાવડમાં સંતશ્રી વલ્લભદાસ બાપુ અને સંઘના વરિષ્ઠ કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં નગરજનો દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું. સિક્કામાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને દુર્ગાવાહિનીના કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાની ધર્મપ્રેમી રામ ભક્ત લોકો દ્વારા અત્યારથી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે દાનની સરવાણીઓ ફૂટી રહી છે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે અંદાજે રૂપિયા પાંચેક લાખનું દાન સ્થળ પરજ નોંધાવવા માં આવ્યું હતું.


Loading...
Advertisement