જામજોધપુરના નંદાણા-કડબાલ વચ્ચેના બિસ્માર માર્ગનું મરામત કામ કરવા રજૂઆત

13 January 2021 03:44 PM
Jamnagar
  • જામજોધપુરના નંદાણા-કડબાલ વચ્ચેના બિસ્માર માર્ગનું મરામત કામ કરવા રજૂઆત

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર તા. 13
જામજોધપુર તાલુકાના નંદાણાથી કડબાલના પાટીયા સુધી તેમજ નંદાણાથી શેઠવડાળા સુધીના જાહેરમાર્ગનું ચોમાસામાં ખુબજ વરસાદ પડવાથી ધોવાણ થવાથી આ માર્ગની પરીસ્થીતી ખુબજ ખરાબ થઇ ગઇ છે.આ રસ્તાઓ પર ગાબડા પડી ગયા હોય વાહનો ચલાવવા મુશ્કેલ થઇ ગયા છે જેથી અકસ્માતો થવાનો ભય રહે છે. આ રોડ પરથી દર્દીઓને વાહનમાં લઇ જવામાં મુશ્કેલી પડે છે.જેમાં ખાસ કરીને પ્રસુતા મહીલાને દવાખાને આ રસ્તા પરથી વાહનમાં લઇ જવામાં પરેશાની વેઠવી પડે છે. જેથી આ રસ્તાનુ નવીનીકરણ/રીપેરીંગ કરવુ જરુરી છે. આ અંગે તાત્કાલીન યોગ્ય કરવા નંદાણા ગામના જયદીપ રાજેશભાઇ રામોલીયાએ મુખ્ય મંત્રી સાંસદ તેમજ માર્ગ મકાન મંત્રીને લેખીત રજુઆત કરેલ છે.


Loading...
Advertisement