ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગઠનનો યુ-ટર્ન: હવે તમામ પરીક્ષા ઓનલાઈન કરવા વિચારણા

13 January 2021 03:12 PM
Vadodara
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગઠનનો યુ-ટર્ન: હવે તમામ પરીક્ષા ઓનલાઈન કરવા વિચારણા

વડોદરા તા.13
કોરોનાકાળ સર્વોચ્ચ ખતરનાક સ્તરે હતો ત્યારે ફીઝીકલ પરીક્ષાનો જ આગ્રહ રાખનાર ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયા દ્વારા હવે યુ-ટર્ન લેવામાં આવ્યો છે અને હવે ઓનલાઈન પરીક્ષા જ યોજવાનું નકકી કર્યુ છે.વિશ્વની બીજા નંબરની સૌથી મોટી પ્રોફેશ્નલ બોડી એવી ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયા દ્વારા દર વર્ષે મે તથા નવેમ્બરમાં પરીક્ષા યોજવામાં આવતી હોય છે. જોકે, કોરોના મહામારીને કારણે ગત વર્ષે મે મહિનાના પરીક્ષા શિડયુલમાં એકથી વધુ વખત બદલાવ કરવામાં આવ્યો હતો અને નવેમ્બરની પરીક્ષા સાથે મર્જ કરવામાં આવી હતી. પરીક્ષા યોજવા સામે સુપ્રિમ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો. ફીઝીકલ પરીક્ષાથી કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ખતરો દર્શાવવામાં આવ્યો હતો.


સંસ્થાના પશ્ચિમી ઝોનના ચેરમેન લલીત બજાજે કહ્યું હતું કે ફાઉન્ડેશન ઈન્ટર મીડીયેટ તથા ફાઈનલ એમ ત્રણેય સ્ટેજની પરીક્ષા ફકત ઓનલાઈન ધોરણે જ યોજવાની વિચારણા કરવામાં આવી રહી છે. શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં આવશે.સીએ પરીક્ષાનું આખુ માળખુ જ બદલાઈ જશે. એનાલીટીકલ ફોર્મેટમાં પ્રશ્ર્ન પૂછાશે જવાબ ઓબ્જેકટીવ ધોરણમા નહિં હોય. અત્યારે એમસીકયુનાં ધોરણે ઓનલાઈન પરીક્ષાનો ટ્રેંડ છે.પરંતુ વૈકલ્પીક ઓનલાઈન મોડલ વિચારવામાં વિકસાવવામાં આવી રહ્યું છે. સીએની પરીક્ષા દેશભરમાં લેવાતી હોય છે અને ઘણા દિવસો સુધી ચાલ્હોવાથી આયોજન પડકારરૂપ હોય છે. નવેમ્બરમાં પરીક્ષા નહિં આપનારા વિદ્યાર્થીઓ માટે 21 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી પરીક્ષા યોજાવાની છે.


Loading...
Advertisement