ટ્રમ્પ સામે મહાભિયોગનો રકાસ થશે!

13 January 2021 03:09 PM
World
  • ટ્રમ્પ સામે મહાભિયોગનો રકાસ થશે!

ઉપપ્રમુખ પેન્સ હાલ કાર્યવાહીની વિરુદ્ધમાં: કલમ 25ના ઉપયોગને મંજુરી નહી આપે: કાર્યવાહીથી દેશમાં વધુ હિંસાનો ભય

વોશિંગ્ટન: અમેરિકાના વિદાય લેતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે રાહતના ખબર છે. હાલમાં કેપીટલ-હિલ પરના હુમલા બદલ ટ્રમ્પ સાથે વિપક્ષ ડેમોક્રેટીક પક્ષ એ પ્રતિનિધિ સભાએ ઈકવીપમેન્ટ દરખાસ્ત પ્રમુખ સામે રજુ કરી છે અને સેનેટમાં તે બે તૃતીયાંશ બહુમતીથી મંજુર થાય તો ટ્રમ્પને રાજીનામું આપવું પડે પણ આ ઈન્સ્ટન્ટ કામગીરી જે અમેરિકી બંધારણની કલમ 25 હેઠળ શરુ થઈ છે પણ ઉપપ્રમુખ માઈક પેન્સે પ્રમુખ સામે આ કલમના ઉપયોગને મંજુરી નહી આપતા હવે ટ્રમ્પ તા.20 સુધી અમેરિકી પ્રમુખપદે નિશ્ર્ચિત બની ગયાના સંકેત છે. પેન્સે એક નિવેદનમાં સંસદનાં સભ્યોને હવે આવી દરખાસ્તને આગળ નહી વધારવાની અપીલ કરતા કહ્યું કે જો તેના પર ચર્ચા થશે તો પણ દેશમાં વધુ ભાગલા વધુ હિંસા થઈ શકે છે.


આજની સ્થિતિમાં આપણે તનાવ ઘટાડવા અને લોકોને એક રાખવાના છે અને તા.20ના રોજ ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડનને સતા સોંપણીની પ્રક્રિયા સરળ રીતે પાર પડે તે જોવું નિશ્ર્ચિત બની ગયુ છે. તેઓએ અમેરિકી સંસદના અધ્યક્ષ નેન્સી પેલોસીને પત્ર લખીને આ અનુરોધ કર્યો હતો. જો કે પ્રમુખ સામેથી ઈમ્પીચમેન્ટની દરખાસ્તને સેનેટમાં રીપબ્લીકન ટેકો મળે તો જ મંજુર થઈ શકે છે. અમેરિકી પ્રતિનિધિ ગૃહમાં રીપબ્લીકન પક્ષના ત્રણ સાંસદોએ તરફેણમાં મતદાન કરવાની જાહેરાત કરી છે. જેમાં ઉપપ્રમુખ માઈક પેન્સને કલમ 25નો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે પણ પેન્સને નકારી કાઢયો છે પણ સેનેટના ચેરમેન તરીકે પણ પેન્સ છે જેની આ ગૃહમાં જયાં પસ્તાળની કસોટી છે ત્યાં દાખલ થવા કે મંજુર થવા પર જ પ્રશ્ર્ન છે.


Related News

Loading...
Advertisement