એક વખત ચાર્જ કર્યા બાદ ‘ટેસ્લા’ની કાર રાજકોટથી સુરત પહોંચાડી દેશે

13 January 2021 03:06 PM
India Top News
  • એક વખત ચાર્જ કર્યા બાદ ‘ટેસ્લા’ની કાર રાજકોટથી સુરત પહોંચાડી દેશે

દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની કંપની ટેસ્લા બેંગ્લોરમાં બનાવશે ઈલેક્ટ્રિક કાર: પ્રારંભે મોડલ-3 બજારમાં ઉતારે તેવી શક્યતા, કિમંત રૂા.60 લાખ

નવીદિલ્હી, તા.13
દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને દિગ્ગજ કારોબારી એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ‘ટેસ્લા’ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. કંપનીએ ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રા.લિ. નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કંપની અહીં લકઝરી ઈલેક્ટ્રિક કારનું નિર્માણ અને કારોબાર કરશે. ટેસ્લાએ પહેલી ઓફિસ બેંગ્લોરમાં રજિસ્ટર કરાવી છે. તે બેંગ્લોરમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ સાથે પોતાનું સંચાલન કરશે.કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ ટેસ્લાનું સ્વાગત કર્યું છે. કોર્પોરેટ મામલાના મંત્રાલયે જણાવ્યું કે ટેસ્લા8 જાન્યુઆરીથી બેંગ્લોરમાં રજિસ્ટર્ડ થઈ છે. વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફેન્સ્ટીન તેના ડાયરેક્ટર છે. તનેજા ટેસ્લામાં સીએફઓ છે જ્યારે ફેન્સ્ટીન ટેસ્લામાં ગ્લોબલ સીનિયર ડાયરેક્ટર, ટ્રેડ માર્કેટ એક્સેસ છે. કંપની ભારતમાં મોડલ-3ને લોન્ચ કરે તેવી સંભાવના છે અને ટૂંક સમયમાં ડિલિવરી પણ રૂ કરી દેવાશે.


મોડેલ-3 સેડાન કાર સાથે કંપની બજારમાં ઉતરે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ કારની કિંમત 60 લાખ રૂપિયા હશે અને તે સંપૂર્ણ ઈલેક્ટ્રિક હશે. 60 કિલોવોટની લિથિયમ-આયર્ન બેટરી ધરાવતી આ કાર એક વખત ચાર્જ થયા પછી 500 કિ.મી.નું અંતર કાપી શકશે અને તેની મહત્તમ ગતિ 250 કિ.મી.ની હશે મતલબ કે કાર ફક્ત 3.1 સેક્ધડમાં પ્રતિ કલાક 96 કિ.મી.ની ઝડપ પકડી લેશે.ઉલ્લેખનીય છે કે કર્ણાટક દેશનું પહેલું એવું રાજ્ય છે જેણે ઈલેક્ટ્રિક વાહન નીતિ બનાવી છે. સરકારને આશા છે કે નીતિથી ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે રૂા.31 હજારનું રોકાણ થશે. ટેસ્લા કંપનીનું વાર્ષિક વેચાણ 36 ટકા વધી ગયું હતું. જો કે કંપની પાંચ લાખ વાહનોની ડિલિવરીના વાર્ષિક લક્ષ્યાંકથી પાછળ રહી ગઈ હતી. તેણે 2020માં 4,99,500 વાહનોની ડિલિવરી કરી હતી.


Related News

Loading...
Advertisement