વેરાવળમાં અસામાજીક પ્રવૃતિમા સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયા

13 January 2021 03:04 PM
Veraval
  • વેરાવળમાં અસામાજીક પ્રવૃતિમા સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયા

વેરાવળ તા.13
વેરાવળ શહેરમાં ગૌવંશ જેવી અસામાજીક પ્રવૃતિ આચરતા અને પોલીસ ચોપડે નોંધાયેલા અનુક્રમે બે અને ત્રણ ગુનાના આરોપી બે શખ્સો3ની પાસા દરખાસ્તન મંજુર થતા બન્નેની પોલીસે અટક કરી વડોદરા અને અમદાવાદની સેન્ટ્રવલ જેલ ખાતે ધકેલવા તજવીજ હાથ ધરી છે. આ અંગે માહિતી આપતા સીટી પીઆઇ ડી.ડી.પરમારે જણાવેલ કે, ગૌવંશ જેવી અસામાજીક પ્રવૃતિ આચરતા (1) તાહીર ઇકબાલ રાઠોડ તુરક ઉ.વ.28 રહે.આરબ ચોક, વેરાવળની વિરૂધ્ધમાં સીટી પોલીસમાં પશુ સંરક્ષણ અધીનીયમના બે ગુનાઓ નોંધાયેલ છે જ્યારે (2) આસીનશા ઇબ્રાહીમશા જલાલી ફકીર ઉ.વ.29 રહે. મુળ-કોડીનાર, હાલ- મિસ્કીન કોલોની- વેરાવળવાળા વિરૂધ્ધ સીટી પોલીસમાં પશુ સંરક્ષણ અધીનીયમના ત્રણ ગુનાઓ નોંધાયેલ છે. આ બન્ને શખ્સોષ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠી મારફતે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશને મોકલેલ જે પાસા દરખાસ્ત મંજુર થતા બન્ને આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી આરોપી તાહીરને સેન્ટ્રલ જેલ વડોદરા તથા આસીનશાને સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલવા તજવીજ હાથ ધરી છે.


Loading...
Advertisement