જૂનાગઢના કાથરોટા વળાંકમાં ટ્રક હડફેટે રાહદારીનું મોત

13 January 2021 03:03 PM
Junagadh
  • જૂનાગઢના કાથરોટા વળાંકમાં ટ્રક હડફેટે રાહદારીનું મોત

વિલીંગ્ડન ડેમમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો

જુનાગઢ, તા. 13
જુનાગઢ તાલુકાના કાથરોટા ગામેના વળાંકમાં ગઇકાલે અજાણ્યા ડમ્પર ચાલકે વેરાવળના વડોદર ગામના શખ્સને હડફેટે લઇ લેતા કરૂણ મોત નિપજયું હતું.
આ બનાવની તાલુકા પોલીસમાંથી મળતી વિગત મુજબ સાત કિ.મી. દુર કાથરોટા વળાંક પાસે ગઇકાલે બપોરના ત્રણ કલાકે અજાણ્યા ડમ્પર નં. જીજે 1એકસ 9909ના ચાલકે બેફીકરાઇથી ડમ્પર ચલાવી કનકસિંહ ભગવાનભાઇ પરમારને હડફેટે લઇ લેતા મોત નિપજવાની જુનાગઢ તાલુકામાં મૃતકના ભાઇ લાખાભાઇ ભગવાનભાઇ પરમાર (ઉ.વ.45) રહે. વડોદર(ડોડીયા) વેરાવળવાળાને નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

આધેડની લાશ મળી
વિલીંગ્ડન ડેમ જુનાગઢમાંથી ગઇકાલે પ8 વર્ષીય શખ્સની લાશ મળી આવી હતી. જેને ફાયર ટીમે ભવનાથ પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતક મુકેશભાઇ હરસુખભાઇ સિદ્ધપુરા રે. છાયાબજારની હોવાનં બહાર આવ્યું હતું. મૃતક મુકેશ સોના ચાંદીના કારખાનામાં નોકરી કરતા હતા તેઓ ગઇકાલે સવારે 10 કલાકે ઘરેથી નીકળી ગયા બાદ સાંજે લાશ વિલીંગ્ડન ડેમમાં તરતી જોવા મળતા ફાયર જવાનોએ લાશને બહાર કાઢી હતી આપઘાતનું કારણ જાણવા મળેલ નથી. ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તાર ફેન્સીંગની ચોરી
વિસાવદર પોલીસમાંથી મળતી વિગત મુજબ જાંબુડી ખાતાકીય નર્સરીમાં રહેતા અને રાઉન્ડ ફોરેસ્ટર તરીકે નોકરી કરતા રાજુભાઇ કાનજીભાઇ રાઠોડ (ઉ.વ.પ0) એ વિસાવદર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં ગત તા. 11/1ની રાત્રીના વિસાવદરથી પ કિ.મી. દુર પ્રેમપરા જતા રોડની સાઇડની ડાબી બાજુએ ફેન્સીંગ કરેલ ગેલ્વેનાઇઝનો તાર 576 મીટર કિંમત રૂા. 12000નો કોઇ બેથી ત્રણ અજાણ્યા શખ્સો ચોરી કરીને લઇ ગયાની ફરીયાદ નોંધવતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement