જૂનાગઢ ક્રાઇમ બ્રાંચનાં ઈન્ચાર્જ પી.આઇ. સામે ખાતાકીય પગલા લેવા કોર્ટનો આદેશ

13 January 2021 03:02 PM
Junagadh
  • જૂનાગઢ ક્રાઇમ બ્રાંચનાં ઈન્ચાર્જ પી.આઇ. સામે ખાતાકીય પગલા લેવા કોર્ટનો આદેશ

કેશોદ કોર્ટે પોલીસને 30 દિનમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો

જુનાગઢ તા, 13
જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ. એચ.આઇ.ભાટી સામે કેશોદ કોર્ટે જીલ્લા પોલીસ વડાને આદેશ કરી તાકીદે તેની સામે ખાતાકીય પગલા લઇ 30 દિવસમાં રીપોર્ટ કરવાનો આદેશ કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 33.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પોલીસે 33.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ જે કેસમાં ટ્રક માલિક બગીચાસીંગ મોતીસીંગ ગત ડિસેમ્બર ર4-2020થી જયુડીશ્યલ કસ્ટડીમાં છે તેણે જામીન મુકત થવા માટે કેશોદ કોર્ટમાં અરજી દાખલ કરેલ જેમાં કોર્ટે અરજદાર અને સરકારી વકીલોની દલીલ સાંભળી કેસની તપાસ ચલાવી રહેલા હાલના જુનાગઢ ઇન્ચાર્જ પીઆઇ ભાટીએ કોર્ટમાં અરજીની સુનાવણી તારીખે હાજર ન રહી મુદત માંગી હતી જે કોર્ટે પ્રથમ વખત મુદત પણ આપી હતી બાદ બીજી તારીખમાં પીઆઇ ભાટી હાજર થવાના બદલે ફરીથી મુદત માંગતા કોર્ટે કડક શબ્દોમાં વખોડતા અંતે દોઢ કલાકમાં પીઆઇ ભાટી કોર્ટ સમક્ષ હાજર થઇને પોલીસના ઓરીજનલ પેપર્સ અને સોગંદનામું રજુ કર્યુ હતું. ત્યારે કોર્ટ બગીચાસીંગની જામીન અરજી તો નામંજુર કરી પરંતુ સાથે કેશોદ એડી. સેશન્સ જજ ટી.ડી.પડીયા એ જુનાગઢ જીલ્લા પોલીસ વડાને તાકીદ કાર્યવાહી પ્રત્યે માનન ધરાવી મનસ્વી કારણો દર્શાવી મુદત રીપોર્ટ મુકી કોર્ટ કાર્યવાહી ખોરંભે પાડવા જેવી કામગીરી કરી છે. 30 દિવસમાં ખાતાકીય કાર્યવાહી કરી રીપોર્ટ રજુ કરવા જણાવાયુ છે.


Loading...
Advertisement