કેશોદના નિવૃત જમીન સંપાદન અધિકારી વિઠ્ઠલભાઇ ડોબરીયાની સેવાને યાદ કરતાં પ્રજાજનો

13 January 2021 03:01 PM
Junagadh
  • કેશોદના નિવૃત જમીન સંપાદન અધિકારી વિઠ્ઠલભાઇ ડોબરીયાની સેવાને યાદ કરતાં પ્રજાજનો

કેશોદ તા.13
કેશોદ ના જાણીતા જમીન સંપાદન અધિકારી ને લોકો વિઠ્ઠલભાઈ જરીફ તરીકે ઓળખે છે તેવા વિઠ્ઠલભાઈ ડોબરીયા જમીન સંપાદન અધિકારી હતા અને તેઓ નિવૃત્તિ થયા બાદ માનવ સેવા ને પરમ ધમે સમજી લોક સેવાના કાયેમાં લાગી ગયા છે તેઓએ કોરોના ના કપરા સમયમાં કેશોદ અને માંગરોળ તાલુકાના અસંખ્ય ગામો ને સ્વખર્ચે સેનેટાઈજીંગ કયો હતા તેમજ આ સમયે નિરાધાર મુંગા પશુઓને પોતે પોતાના વાહનમાં ગાયો ને નિરણ નાંખવા જતાં હતાં આવી સામાજિક પ્રવૃત્તિ ને વરેલા વિઠ્ઠલભાઈ એ અમારા રિપોર્ટર પ્રકાશદવે સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે માનવ ધમે થી કોઈ મોટો બીજો ધમે નથી ત્યારે આવા કપરા સમયમાં માણસ નું જીવન કેમ સ્વસ્થ અને તંદુરસ્તી ભયૃે બની રહે તેવા ઉમદા વિચાર સાથે હું હમેશાં વિચારતો રહું છું ત્યારે હાલમાં શિયાળામાં દરેક જાહેર ક્ષેત્રએ લોકો ની અવર જવર રહેતી હોય ત્યાં ઉકાળા મુકી આપવામાં આવે છે અને જેનું લોકો સારી રીતે સેવન કરી રહ્યા છે અને હવે લોકો ની સેવા કરવી તે મારૂ માદયમ બની ગયું છે.


Loading...
Advertisement