હેલ્થ સેન્ટરની મુલાકાત લેતા ધારાસભ્ય

13 January 2021 03:00 PM
Veraval
  • હેલ્થ સેન્ટરની મુલાકાત લેતા ધારાસભ્ય

વેરાવળમાં હરસીધ્ધી સોસાયટીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરની સોમનાથના ધારાસભ્ય એ મુલાકાત લઇ ઘટતા સ્ટાફ, સાધનો તેમજ હેલ્થ સેન્ટર માટે સરકારમાં રજૂઆત કરી માલીકીના મકાનમાં કાર્યરત કરવાની ખાત્રી આપેલ હતી. સોમનાથ ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા એ કોરોના તથા અન્ય બીમારી ને ધ્યાને લઇ અર્બન હેલ્થ સેન્ટર ઘટક - 3 ની હરસિધ્ધિ સોસાયટીમાં આવેલ તેની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે ડોક્ટર તથા સ્ટાફ સાથે હાલ કોરોનાની તથા અન્ય બીમારીઓ તેમજ કોરોનાની વેક્સિન બાબતે રૂબરૂ ચર્ચા કરી હતી. હરસિધ્ધિ સોસાયટી માં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ભાડાના મકાનમાં હોય અને આજુ-બાજુમાં કોઇ પણ સરકારી પડતર જમીન હોય જેની વિગત આપવા જણાવેલ અને આ બાબતે સરકાર માં દરખાસ્ત કરી અર્બન હેલ્થ સેન્ટર ઘટક - 3 નું માલિકી નું મકાન બનાવી શકાય તેમજ ઘટતા સ્ટાફ સાધનો, ફર્નિચર વિગેરે બાબતો ની પણ વિગતો મેળવી વ્હેલીતકે ઉકેલ લાવવા ધારાસભ્ય ચુડાસમાએ ખાત્રી આપેલ હતી.


Loading...
Advertisement