ગીર સોમનાથ કલેકટરની બેઠક

13 January 2021 02:59 PM
Veraval
  • ગીર સોમનાથ કલેકટરની બેઠક

ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના 10 ગામોને નલ સે જલ યોજના અંતર્ગત રૂા. 555.37 લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.ઉના તાલુકાના સૈયદ રાજપરા રૂા.47.77 લાખ, ગીરગઢડા તાલુકાના ગીરગઢડા રૂા.191.22 લાખ, ધ્રાબાવડ રૂા.9.86 લાખ, હરમડીયા રૂા.113.06 લાખ, વેલાકોટ રૂા.24.81 લાખ, સુત્રાપાડા તાલુકાના લોઢવા રૂા.46.15 લાખ, ધામળેજ રૂા.49.86 લાખ, વેરાવળ તાલુકાના ગુણવંતપુર રૂા.17.48 લાખ, સવની રૂા.34.80 લાખ અને તાલાળા તાલુકાના ગલીયાવડ રૂા.20.36 લાખના ખર્ચે કુલ રૂા.555.37 લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. તેમજ 4420 ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે.


Loading...
Advertisement