જૂનાગઢમાં કરોડોના ખર્ચે તૈયાર થનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કમિશ્નરે નિરીક્ષણ કર્યુ

13 January 2021 02:56 PM
Junagadh
  • જૂનાગઢમાં કરોડોના ખર્ચે તૈયાર થનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કમિશ્નરે નિરીક્ષણ કર્યુ

જુનાગઢ, તા. 13
જુનાગઢ મહાનગરમાં રૂા.20 કરોડના ખર્ચે બની રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ગઇકાલે મેયર ધીરૂભાઇ ગોહેલ અને મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ જાત મુલાકાત લઇ નીરીક્ષણ કરી માહિતી મેળવી હતી.જુનાગઢમાં અમૃત સ્કીમ અંતર્ગત રૂા.20 કરોડના ખર્ચે દૈનિક 8.પ એમએલડી ક્ષમતા ધરાવતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન બિલખા રોડ ખાતે આકાર લઇ રહયો છે તે સ્થળે મેયર ધીરૂભાઇ ગોહેલ અને મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાએ સ્થળ મુલાકાત લીધી હતી. ટુંક સમયમાં જ આ કામગીરી પૂર્ણ થઇ જશે. જેના કારણે જુનાગઢમાં વર્ષોથી આ પ્લાન્ટ તથા અન્ડરગ્રાઉન્ડ ડે્રેનેજ પ્રોજેકટ કાર્યરત ન હતા જે હાલની આ કામગીરીથી કાર્યરત થશે જેનાથી વોર્ડ નં.1પ-16 તથા એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી ખડીયા વિસ્તાર સહિતની કાળવામાં આવતી ગટરનું ગંદુ પાણી એસટીપીમાં શુદ્ધ કરવામાં આવશે ત્યારબાદ શુદ્ધ પાણી કુદરતી વહેણમાં છોડવામાં આવશે આ ટ્રીટમેન્ટ થયેલુ પાણી ખેતી અને ઉદ્યોગમાં આપવામાં આવશે ગટરનું પાણી સૌપ્રથમ ટ્રીટમેન્ટ કરી કુદરતી વહેણમાં છોડવામાં આવશે.


Loading...
Advertisement