કચ્છના મીઠીરોહર પાસે સીતારામ બેન્સાના સાગવાનના લાકડાની ચોરીનો ભેદ ઉકેલાયો

13 January 2021 02:49 PM
kutch
  • કચ્છના મીઠીરોહર પાસે સીતારામ બેન્સાના સાગવાનના લાકડાની ચોરીનો ભેદ ઉકેલાયો

(ગની કુંભાર) ભચાઉ તા. 13 : બોર્ડર રેન્જ આઇજીપી જે.આર. મોથલીયા ભુજ તથા પોલીસ અધીક્ષક પુર્વ કચ્છ, ગાંધીધામ મયુર પાટીલ તરફથી જીલ્લામાં મીલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના મળેલ હોય એલસીબીની અલગ અલગ ટીમો બનાવી મીલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે તાજેતરમાં મીઠીરોહર હાઇવે રોડ પાસે આવેલ રેવન્યુ સર્વે નંબર ર6/ર માં સીતારામ એન્ડ કંપની પ્રા.લી. નામના લાકડાના બેન્સામાંથી અલગ અલગ સાઇઝના સાગવાનના લાકડા નંગ 63ર કિ.રૂ.787000 ની ચોરીનો ગુનો ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. માં જાહેર થયેલ હોય અને આ ગુના કામ સંડોવાયેલ આરોપીઓ નાની ચીરઇ તા. ભચાઉ ગામના હોય અને તેઓએ આ લાકડાઓ તેઓના સાગરીતો મારફતે વેચી નાખેલ હોય જે આધારે સંડોવાયેલ ઇસમોને પકડી પાડી આ ગુના કામે તેઓની યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા સદર ગુના કામેની કબુલાત આપેલ.આ પકડાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ કે જે કંડલા મરીન પો.સ્ટે. વિસ્તારમાં ઓઇલ પાઇપલાઇનમાંથી ડીઝલ ચોરી કરવાના ગુના કામે નાસતા ફરતા હોવાની કબુલાત પણ કરેલ જે નીચે જણાવેલ નામવાળા આરોપીઓ તેમજ ગુના કામે વપરાયેલ વાહન તથા તેઓ પાસેથી ગુના કામે ગયેલ લાકડાનો જથ્થો કબ્જે કરવામાં આવેલ છે.


Loading...
Advertisement