દેવળીયામાંથી પકડાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી આશીફ ઉર્ફે અશોક મુલતાની ધરપકડ

13 January 2021 02:46 PM
Morbi Crime
  • દેવળીયામાંથી પકડાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી આશીફ ઉર્ફે અશોક મુલતાની ધરપકડ

મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસતા ફરતા આરોપીને પકડવા માટે કામગીરી કરવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન જયવંતસિંહ ગોહીલ તથા સહદેવસિંહ જાડેજાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, તાલુકાના દારૂના ગુનાના કામનો નાસતો આરોપી આશીફ ઉર્ફે અશોક ઇકબાલભાઇ મુલતાની ઘાચી ઉ.વ .27 રહે, જુના દેવળીયા વાળો જુના દેવળીયા ગામમાં આવેલ છે જે આધારે નાસતા ફરતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે આમ છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે. (તસવીર : જીજ્ઞેશ ભટ્ટ)


Related News

Loading...
Advertisement