મોરબી પોલીસે કોતવાલીના બે અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢ્યા

13 January 2021 02:41 PM
Morbi Crime
  • મોરબી પોલીસે કોતવાલીના બે અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢ્યા

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના રસિકભાઇ ચાવડા તથા ચંદ્રકાંતભાઇ વામજાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના ગુના 760/2019 આઇ.પી.સી.ક. 363 મુજબના નાસતો ફરતો આરોપી મુકેશ કાલીયા મોહનીયા (ઉવ . 24) મુળ રહે. જકેલા (એમ.પી.) હાલે રંગપર ગામ સીમ , લેવીન્જા સીરામીક કારખાનાની ઓરડીમાં ભોગ બનનાર સાથે રહે છે જેના આધારે નાસતો ફરતો આરોપીને પકડી તથા ભોગ બનનારને શોધી કાઢેલ છે તેમજ જાંબુઆ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશને આઇ.પી.સી.ક. 363 મુજબના નાસતા ફરતા આરોપી આકાશ ઉર્ફે રાજ જોરૂભાઇ ખરાડી (ઉવ . 19) મોરબી લીલાપર રોડ વિલ્સન પેપર મીલ પાસે ઓરડીની તપાસમાં પોલીસ તપાસ અર્થે આવતા તેઓની સાથે મદદમાં રહી આ ગુનાનો નાસતા ફરતો આરોપી શોધી કાઢેલ છે . આમ , એક ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી તથા બીજા ગુનામાં એકાદ માસથી સગીર વયની બાળાઓના થયેલ અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. (તસ્વીર જીગ્નેશ ભટ્ટ)


Related News

Loading...
Advertisement