વઢવાણ, તા. 13
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત સરકારનાં રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ પ્રસંગે રમતીવીરોનું સન્માન અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપનાં ઉપપ્રમુખ શ્રીમતી વર્ષાબેન દોશી, શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, જીલ્લાનાં સંયોજક ભવાનસિંહ ટાંક, રમત ગમત અધિકારી હિતેશભાઇ મેસાનીયા, સ્પોર્ટસ કોચ વિરેન્દ્રસિંહ ધીલોન અને નિકુંજભાઇ લડવા, જિલ્લા ભાજપ મંત્રી સ્મિતાબેન રાવલ, ગ્રામ્ય ભાજપ પ્રમુખ મુકેશભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી જયદીપસિંહ ઝાલા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મા.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પ્રેરક પ્રવચન અને મંત્રી ઇશ્ર્વરભાઇ પટેલનું પ્રવચન લાઇવ માણેલ તેમજ આવેલ રમતવીરોની યુવા ટીમને રમતનાં સાધનો અને પુસ્તક વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં વઢવાણ વિધાનસભાનાં તમામ સંયોજકોએ ખુબ સારી કામગીરી કીરને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.