રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી વ્યવસ્થાપક પ્રમુખ ગગજીભાઇ પઢેરિયા હાજર રહેલ હતા. ત્યારબાદ સંગઠન મંત્ર ભરતસિંહ ચાવડા તેમજ સંગઠન ગીત નરવીર ભાઈ મર્યાએ કરેલ. મહેમાનોનું શાબ્દીક સ્વાગત અનિલભાઈ મકવાણાએ કરેલ. ત્યાર બાદ દશરથસિંહ અસ્વાર અને સહદેવસિંહ ઝાલા, હસમુખસિંહ પરમાર તેમજ કલ્પનાબેન વઢેર તેમજ નયનાબા રાણા મહેમાનોનુ પુષ્પગુચછ અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિધવા બહેનો ને આ પ્રસંગે કરિયાણાની કીટનું વિતરણ ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવેલ. જેમાં મુકેશભાઈ બદ્રેશિયા તેમજ તમામ મહાસંઘની ટીમ જોડાયેલ.આ પ્રસંગે તમામ ઉપસ્થિત શિક્ષકે એ પોતાનું કર્તવ્ય લીધેલ.તેમજ આભાર વિધિ રણછોડભાઈ કટારિયાએ કરેલ. સંચાલન જીગ્નેશભાઈ આલ વઢવાણ યુનિટ અધ્યક્ષ એ કરેલ.તેમજ વ્યવસ્થામાં હેમલભાઈ તુરખિયા રહેલ. ક્રાર્યક્રમમાં તમામ તાલુકા અધ્યક્ષ મંત્રી અને હોદેદારો હાજર રહેલ હતા.