લીંબડીમાં એક જ જ્ઞાતિના બે જુથો વચ્ચે મારામારીમાં મહીલા સહિત 4 વ્યક્તિને ઇજા

13 January 2021 02:24 PM
Surendaranagar Crime
  • લીંબડીમાં એક જ જ્ઞાતિના બે જુથો વચ્ચે મારામારીમાં મહીલા સહિત 4 વ્યક્તિને ઇજા
  • લીંબડીમાં એક જ જ્ઞાતિના બે જુથો વચ્ચે મારામારીમાં મહીલા સહિત 4 વ્યક્તિને ઇજા

તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા : ઘાતક હથિયારો વડે હુમલો કરી અજાણ્યા શખ્સો નાસી છૂટયા

વઢવાણ, તા. 13
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે મારામારી લૂંટફાટ ચોરીના બનાવની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે ત્યારે ગુનાખોરી સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહી છે ત્યારે પીએસઆઇ પીઆઇ બદલીઓનો પણ ગંજીપો ચીપાયો છે અને જિલ્લામાંથી અન્ય જિલ્લામાં ટ્રાન્સફર સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે હેતુથી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે ફરી એક વખત જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ નો બનાવ સામે આવ્યો છે ત્યારે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સામ સામે બોથડ પદાર્થથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે વધુ એક જૂથ અથડામણનો બનાવ સામે આવતા સમગ્ર લીમડી વાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડીમાં આજે વહેલી સવારે આજે ચારથી પાંચ શખ્સો દ્વારા સામસામે હુમલો કરવામાં આવ્યો છે ત્યારે અંગત અદાવતમાં મારામારી કરી હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે મારામારીમાં એક જ જ્ઞાતિના ચાર લોકોને ઇજા પહોંચવા પામી છે જેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે હુમલો કરનાર પાંચ શખ્સો હાલમાં નાસી છૂટયા હોવાનો પણ જાણવા મળી રહ્યું છે ત્યારે લીંબડી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈને અને વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement