ભાવનગરમાં રૂા.500-200ના દરની બનાવટી નોટો પકડાતા પોલીસ ચોંકી ગઇ

13 January 2021 02:05 PM
Bhavnagar
  • ભાવનગરમાં રૂા.500-200ના દરની બનાવટી નોટો પકડાતા પોલીસ ચોંકી ગઇ

63000ની કિંમતનો જથ્થો લઇ આરોપીને રિમાન્ડમાં લેવા તજવીજ

ભાવનગર તા.13
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા સ્ટાફે સફળ ઓપરેશન કરી રૂપિયા 63,300/- ની 500 તથા 200 ના દરની ભારતીય ચલણી બનાવટી નોટો સાથે ભાવનગર, હલુરીયા ચોકમાંથી એક ઇસમને ઝડપી પાડેલ છે. આ બનાવની વિગત એવી છે કે ભાવનગર આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અધિકારી તથા સ્ટાફે સફળ ઓપરેશન કરેલે જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી સલમાન સલીમભાઇ પીરાણી રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાના ભાવનગર વાળો હલુરીયા ચોક ખાતે ડુપ્લીકેટ નોટો વટાવવા આવેલ છે. જે બાતમી આધારે આરોપી સલમાનભાઇ સલીમભાઇ પીરાણી/મેમણ ઉ.વ.28, ધંધો-કમ્પાઉન્ડર રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાનામાં ભાવનગર વાળાને ઝડપી પાડેલ આરોપી પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટો રૂપિયા 63,300/- ની ઝડપી પાડેલ જેમા રૂપિયા 500 ના દરની નોટ નંગ-73 તથા રૂપિયા 200 ના દરની નોટ નંગ-134 છે. તેમજ આરોપી પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા સહિત 5600/- નો મુદ્દામાલ મળી આવેલ જેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આ બાબતે હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ નાઓએ ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન એફએસએલ અધિકારી આર.સી.પંડયા દ્રારા નોટોનુ પરીક્ષણ કરી ઉત્ક્રુષ્ટ માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ
આમ ભાવનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડએ સફળ ઓપરેશન કરી ભારતીય અર્થતંત્રને નુકશાન પહોચાડી ખોખલુ કરવાનો બદઇરાદો રાખનાર ઇસમને બનાવટી નોટો સાથે ઝડપી પાડેલ છે.


Loading...
Advertisement