પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરાની ભાજપ ઉપપ્રમુખ પદે વરણી થતા જસદણ પંથકમાં ખુશી

13 January 2021 01:53 PM
Jasdan
  • પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરાની ભાજપ ઉપપ્રમુખ પદે વરણી થતા જસદણ પંથકમાં ખુશી

જસદણ-વિંછીયા પંથકના આગેવાનોએ નિમણુંકે સહર્ષ આવકારી

જસદણ તા.13
જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરાની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે નિમણૂક થતા જસદણ પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આનંદની લાગણી ફેલાઇ છે. જસદણના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારની સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન એવા લોકપ્રિય નેતા ડો. ભરતભાઈ કે બોધરાની ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ પદે નિમણૂક થતા જસદણ પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે. ડો.ભરતભાઇ બોઘરા જસદણના ધારાસભ્ય, જસદણના માર્કેટીંગ યાર્ડના ચેરમેન તેમજ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી પદે સેવા આપી ચૂકયા છે. તેઓ ગુજરાત સ્પીનિંગ એશોસીએશન ચેરમેન પદે પણ સેવા આપી રહ્યા છે. યુવાન, ઉત્સાહી તેમજ ડોક્ટર કક્ષાની વ્યક્તિની ગુજરાત પ્રદેશ ભાજપમાં ઉપપ્રમુખ પદે નિમણૂક થતાં જસદણ પંથકમાં ભાજપના અગ્રણીઓએ જસદણ સરદાર ચોક ખાતે એકત્ર થઇને ફટાકડા ફોડીને ડો. ભરતભાઇ બોઘરાની નિમણૂક ને વધાવી હતી. જસદણ યુવા ભાજપના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, મહામંત્રી બીબીસી છાયાણી, નરેશભાઈ દરેડ, અશોકભાઈ મહેતા, રમાબેન મકવાણા, પાલિકાના સદસ્ય નરેશભાઈ ચોહલીયા, પ્રવીણભાઈ છાયાણી, ડો. દિપકભાઇ રામાણી, પાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઈ હિરપરા, અલ્પેશભાઈ રૂપારેલીયા સહિતના લોકોએ ફટાકડા ફોડી વધામણી કરી હતી. તેમની આ નિમણૂકને જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, જસદણ તાલુકાના પ્રભારી હરેશભાઈ હેરભા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ખોડાભાઈ ખાસિયા સહિતના લોકોએ આવકારી શુભેચ્છા પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. ભરતભાઇ બોઘરા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના લોકો સાથે અંગત સંબંધ ધરાવે છે અને તેમની ગુડબુકમાં છે.


Loading...
Advertisement