પાટીલ પરિવર્તનના માર્ગે: સાથી અને સક્ષમનો સંગમ

13 January 2021 01:49 PM
Ahmedabad Gujarat Rajkot
  • પાટીલ પરિવર્તનના માર્ગે: સાથી અને સક્ષમનો સંગમ

પોલીટીકલ ડિસ્ટન્સમાં પાટીલની મહારથ વધુ ઉજાગર થઈ : ભાજપમાં પ્રદેશ સંગઠનમાં વધુ નામો ઉમેરાયા: નવા ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ સૂરતના: લાંબા સમયથી ભાજપમાં સ્થાન માટે મહેનત કરતા હતા : મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ એટલે ‘છોટે-જેટલી’: બે દશકાથી ભાજપના ચૂંટણી સંચાલનમાં માહિર : ઉપપ્રમુખ ભરત બોઘરાને સૌરાષ્ટ્રના ચહેરા તરીકે લેવાયા: મિડિયા કન્વીનર પ્રશાંત વાળાની બાદબાકી : ભરત પંડયાની ફરજ મુક્તિ: મિડિયા ક્ધવીનર સહિતના પદો પર નવા ચહેરાનું આગમન

રાજકોટ: ગુજરરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભલે સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા ન હોય તો પોલીટીકલ ડીસ્ટન્સ કઈ રીત જાળવવું તે સારી રીતે સમજે છે અને તેથી તેમની પ્રથમ પુર્ણ કક્ષાની ટીમમાં હવે સરકાર અને સંગઠન વચ્ચેન એક વિશાળ-ખાલી જગ્યા રાખીને બન્ને સાથે પણ સમાંતર દોડે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે અને તેમાં સૌરાષ્ટ્રને બાકાત કરતા હોવાની ફરિયાદ બાદ પ્રદેશ ઉપપ્રમુખ માટે પુર્વ ધારાસભ્ય અને પાટીદાર અગ્રણી ભરત બોઘરાને નિયુકત કરીને તેમનો અસંતોષ ને ડામવાની કામગીરી કરે છે પણ સૌથી મોટું ધ્યાન ઉપપ્રમુખપદે પુર્વ આઈએએસ અધિકારી મહેન્દ્ર પટેલની છે જેઓ શાસનનો અનુભવ ધરાવે છે.

મહેન્દ્ર પાટીલ સુરતના જ છે અને તેઓ નિવૃતિ બાદ ભાજપના સક્રીય નેતા તરીકે કામ કરતા હતા. સુરત મેટ્રો રેલ્વેના તેઓ ડિરેકટર છે અને પાટીલની નજીકના વ્યક્તિ છે. સુરતમાં પાટીદાર સમાજની મોટી સંખ્યા અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટીદારોના પ્રભાવ વચ્ચે મહેન્દ્ર પટેલને ઉપપ્રમુખ પદ આપીને તમામ પાટીદારોને માટે એક નવો ચહેરો આપ્યો છે તો ઉપપ્રમુખપદે ભરત બોઘરાને સ્થાન આપીને મુખ્યમંત્રી નજીક રહેલા એક વ્યક્તિને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપી હોવાનો સંદેશ મોકલવા લાગ્યા છે.

જસદણ પંથકમાં એક સમયે કોંગ્રેસમાં રહેલા કુંવરજી બાવળીયાનો ગઢ તોડવા માટે ‘વિભીષણ’ તરીકે કુવરજીભાઈના જ સાથીદાર ભરત બોઘરાનો ઉપયોગ કર્યો અને પેટાચૂંટણીમાં ધારાસભ્ય બની ગયા પણ કુંવરજીભાઈએ ચાર-પાંચ દશકા જે કામગીરી કરી હતી તથા કોળી સમાજ પર તેમનું જે પ્રભુત્વ હતું તે તોડી શશકયા નહી અને 2017માં પરાજીત થતા અને કુંવરજીભાઈ ખુદ ભાજપમાં આવી કેબીનેટ મંત્રી બની જતા ભરત બોઘરા માટે રાજકારણ ફકત સરકાર નિયુક્તી આધારીત બની ગયું. હવે તેમને ઉપપ્રમુખ બનાવાયા છે. પાટીદાર સમાજના છે પણ રાજકારણમાં ખુદની ભૂમિ મજબૂત હોય તે જરૂરી છે.

પક્ષમાં વધુ એક નિયુક્તિ રસપ્રદ છે અને તે યમલ વ્યાસની મુખ્ય પ્રવકતા પદે છે. આ સ્થાનેથી પુર્વ ધારાસભ્ય ભરત પંડયાને હટાવાયા છે. અમલ વ્યાસ ‘છોટે-જેટલી’ તરીકે ભાજપમાં જાણીતા છે. સ્વ. અરુણ જેટલીની તેઓ નજીક હતા અને ભાજપમાં લાંબો સમય ચૂંટણી વ્યવસ્થામાં પરદા પાછળ રહીને પણ કામગીરી કરી છે. તેઓ મોદી-શાહ બન્નેની નજીક ગણાય છે. ભરત પંડયા ‘હીઝ-માસ્ટર-વોઈસ’ જેવા પ્રવકતા બની ગયા. જેઓના વકતવ્યમાં રાજકીય મુત્સદીગીરી જણાતી ન હતી પણ યમલ વ્યાસે બારેય ઘાટના પાણી પીધા છે. મીડિયા સાથે તેમની સંપર્ક ખદ જ સંભાળે છે જે ભાજપને મદદરૂપ બની રહેશે.

પક્ષે મિડીયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંતવાળાના સ્થાને હવે ડો. યજ્ઞેશ દવેને નિયુક્ત કર્યા છે અને તેમના સાથી તરીકે કિશોર મકવાણા છે. ઉચ્ચ આઈટી, સોશ્યલ મીડીયા સેલમાં પણ ફેરફાર છે.અને વડોદરાના પુર્વ મેયર ભરત ડાંગરને પણ પ્રવકતા બનાવ્યા હતા અને પ્રથમ વખત સંગઠનમાં સૌથી વધુ નવા ચહેરા મુકયા છે.


સ્થાનિક ચૂંટણી સમયે જ કોળી સમાજમાં ભાજપના નેતાઓ વચ્ચે ટકકર શરૂ
કુંવરજીભાઈ બાવળીયાએ ગુજરાતમાં કોળી સમાજના પ્રમુખ પીઠાવાલાને સસ્પેન્ડ કર્યા: વિવાદ વધશે
રાજકોટ: સૌરાષ્ટ્રમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ માટે મહત્વની કોળી સમાજના બે ટોચના નેતાઓ વચ્ચેની ટકકર આગામી દિવસોમાં કોળી સમાજમાં જ રાજકીય ભાગલા સર્જે તેવી શકયતા છે. ગુજરાતમાં 80 લાખ જેટલો વિશાળ મતદાર વર્ગ અને 12 ધારાસભા બેઠકો પર સીધો તથા 25 બેઠકો પર આડકતરો પ્રભાવ ધરાવતા આ સમાજના અગ્રણી તથા કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા જેઓ ઓલ ઈન્ડીયા કોળી સમાજના પ્રમુખ પણ છે. તેઓએ પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત સમાજના અગ્રણી ચંદ્રવદન પીઠાવાલાને આ પદ પરથી સસ્પેન્ડ કર્યા છે.

બાવળીયાનો આક્ષેપ છે કે પીઠાવાલાએ સમાજના લેટરપેડનો દૂરઉપયોગ કર્યો હતો અને તેનો રાજકીય ઉપયોગ કર્યો જે આપણા સંગઠનના નિવાસ વિરુદ્ધ છે. સમાજને રાજકારણથી દૂર રાખવું એ આપણી સૌની તાકાત છે. પીઠાવાલાએ હાલમાં જ તેમના લેટરપેડ પરથી જ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો. જો કે પીઠાવાલાએ વળતો પડકાર ફેંકતા કહ્યું કે બાવળીયાએ આક્ષેપો પુરવાર કરવા જોઈએ. તેઓએ સમાજના બંધારણની વિરુદ્ધ જઈને મારી સામે પગલા લીધા છે. તેમનો આક્ષેપ છે કે જૂન માસમાં જે વિડીયો કોન્ફરન્સ બેઠક મળી હતી તેમાં સંગઠનનાં સંચાલન માટે એક એડ-હોક કમીટી રચવામાં આવી હતી.

જેને તમામ સતા આપવામાં આવી હતી. જેના ક્ધવીનર અજીત પટેલ છે. બાવળીયાને હવે આવી કોઈ સતા જ નથી. વાસ્તવમાં સૂત્રો કહે છે કે સમાજમાં બાવળીયા પીઠાવાલા અને પરસોતમ સોલંકી જૂથ વચ્ચે ટકકર છે અને હવે જયારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવી રહી છે તે સમયે સમાજના ત્રણેય નેતા પક્ષના ટેકેદારોને ભાજપની ટિકીટમાં ગોઠવવા માંગે છે જેના કારણે આ લડાઈ ઉગ્ર બની શકે છે.


Related News

Loading...
Advertisement