બાબરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉજવાઇ

13 January 2021 01:41 PM
Amreli
  • બાબરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉજવાઇ

બાબરા તા.13
બાબરામાં શહેર યુવા ભાજપ અને તાલુકા યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનં ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંધ્જલી અને બાઇક રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત માતાના જય ઘોષ અને વન્દેમાતરમના નારા સાથે શહેર અને તાલુકા ના મુખ્ય માર્ગોમાં યુવા ભાજપની બાઇક રેલી ફરી હતી જેમાં મોટી સંખ્યામાં યુવા ભાજપના અગ્રણીઓ અને ભાજપના અગ્રણીઓ જોડાયા હતા બાબરામાં સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અહીં સ્વામી વિવેકાનંદના જન્મ જ્યંતી નિમિતે તાલુકા ના ગળકોટડી ગામે ગામે તેમજ બાબરા શહેર મા યુવા ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પ્રસ્થાન અહીં ચિતલ રોડપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ થી કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં ભાજપના પ્રદેશ અગ્રણી મનીષભાઈ સંઘાણી, ભગીરથભાઈ ત્રિવેદી,જિલ્લા યુવા ભાજપના પ્રભારી હરેન્દ્રસિંહ ગોહિલ,મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા,શહેર યુવા ભાજપ પ્રમુખ અંકુરભાઈ જસાણી,મહામંત્રી જગદીશભાઈ વાવડીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેશ જાવીયા તાલુકા યુવા ભાજપ મહામંત્રી વાસુરભાઇ ચોહાણ ,જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા,ઉપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા,શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા,મહામંત્રી બીપીનભાઈ રાદડિયા,વસંતભાઈ તેરૈયા,તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા,શહેર ભાજપ ઉપ પ્રમુખ અલતાફભાઈ નથવાણી , દિપક કનૈયા ,મનોજભાઇ જસાણી, સંદીપ રાદડીયા, વિપુલભાઈ કાચેલા દેવશીભાઇ મારૂ જીવરાજભાઇ લાહર , મયુરભાઇ રાવળ વિગેરે જોડાયા હતાં.


Loading...
Advertisement