ઉપલેટાની મોજ નદીમાં કેમિકલયુકત પાણી ઠાલવી જનારા સામે કડક પગલા લેવા માંગણી

13 January 2021 01:36 PM
Dhoraji
  • ઉપલેટાની મોજ નદીમાં કેમિકલયુકત પાણી ઠાલવી જનારા સામે કડક પગલા લેવા માંગણી

કાર્યવાહી ન કરાય તો આંદોલનની ચેતવણી : કિસાનસભા દ્વારા ચીફ ઓફિસર-મામલતદારને આવેદનપત્ર

ઉપલેટા તા.13
ઉપલેટાની મોજ નદીમા બે - ત્રણ દિવસ પહેલા કેમીકલવાળુ પાણી કોઈ ઠાલવી જતા ખેડૂતો રોષે ભરાયા હતા. આ કલરવાળુ કેમિકલ યુક્ત પાણી મોજ નદીમા ઠાલવતા સમગ્ર પાણી દુર્ગંધ યુક્ત અને પ્રદૂષિત થઈ ગયુ હોય અને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હોય તેમજ ખેડૂતોના ખેતરોના કુવાઓ તથા આ તળમા પણ કેમિકલયુકત પાણી આવી જતા જમીન બંજર થઈ જશે. તેમજ પશુઓને પીવા માટેનુ પાણી પણ રહ્યુ ન હોય તેમજ હજારો માછલાઓ, જીવ-જંતુઓ મોતને શરણ થઈ જશે જેને લઇને મોજ નદી કાંઠાના ખેડૂતો, ઉપલેટા ગુજરાત કિસાન સભા અને કોંગ્રેસ દ્વારા આજરોજ ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આર. સી. દવે અને મામલતદાર જી.એમ.મહાવદીયાને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલા ભરવા માંગણી કરી હતી. તેમજ ગુજરાત કિસાન સંઘ દ્વારા પણ ચમકી ઉચ્ચારવામા આવી હતી કે જો આ અંગે યોગ્ય પગલા લેવામા નહી આવે તો આગામી દિવસોમા ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની પણ ફરજ પડશે.


Loading...
Advertisement