ગોંડલ યાર્ડમાંથી રૂા.2.25 લાખના કાળા તલની ચોરી કરનારા બંને શખ્સો ઝબ્બે

13 January 2021 01:32 PM
Gondal Crime
  • ગોંડલ યાર્ડમાંથી રૂા.2.25 લાખના કાળા તલની ચોરી કરનારા બંને શખ્સો ઝબ્બે

વધુ માલ ઉઠાંતરી કરવા માટે આવતા દબોચી લેવાયા

ગોંડલ તા.13
ગોંડલ યાર્ડમાંથી કાળા તલ ની ચોરી કરનારા બંને શખ્સોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં રવિવારની રાત્રીના રૂ. 2.25 લાખની કિંમતના 74 મણ કાળા તલની ચોરીની ઘટનામાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તથા યાર્ડ સત્તાધીશોની સતર્કતા ને કારણે ચોરી કરનારા અમીર યુનુસભાઈ અગવાન રહે. બાબરા તેમજ ઈમ્તિયાઝ સતારભાઈ ચુડેસરા રહે દામનગર વાળો ઝડપાઇ જતા પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ઇકો કાર જીજે 05 805 કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.યાર્ડના સૂત્રો એ જણાવ્યું હતુ કે ચોરી કરનારા બંને શખ્સો એક વખત ચોરી કરી બાબરા ચોરીનો માલ ઠાલવી વધુ ચોરીનો માલ ભરવાની લાલચે ફરી ગોંડલ યાર્ડમાં ચોરી કરવા આવતા ઝડપ્યા હતા.


Related News

Loading...
Advertisement