ભાવનગરથી મહુવા જતા કોર્ટના બેલીફનું કાર પલટી મારી જતા નિપજેલ કરૂણ મૃત્યું

13 January 2021 01:31 PM
Bhavnagar
  • ભાવનગરથી મહુવા જતા કોર્ટના બેલીફનું કાર પલટી મારી જતા નિપજેલ કરૂણ મૃત્યું

લિફટ માંગી જતા હતા : કાર ચાલક સામે ગુનો નોંધાયો

ભાવનગર તા.13
ભાવનગરના બે વકીલ અને એક મહુવા કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજવતા કર્મચારી આજે સવારે ભાવનગર થી મહુવા જવા કાર લઈને નીકળ્યા હતા.તળાજા ના પાંચ પીપળા ગામનજીક બાઈક સામે આવતા કાર ચલાવતા વકીલ યુવકે કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી.જેમાં બેલીફ તરીકે ફરજ બજાવતા કર્મીનું મૃત્યુ થયેલ.કાર ચાલક વકીલ ને ઇજા થવા પામેલ.

બનાવના પગલે કારચાલક વિરુદ્ધ પુરઝડપે અને બે ફિકરાઈ થી કાર ચલાવવા બાબતે ફરિયાદ અલંગ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોતાની કારમાં કોઈ મિત્ર ને લિફ્ટ આપતા પહેલા સો વખત વિચાર કરી લે તેવી દુર્ઘટના આજે તળાજા નજીક બની છે.જેની અલંગ પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ ભાવનગર ના નારી ચોકડી,સવગુણ નગર ખાતે રહેતા હિતેશભાઈ નારણભાઇ મારું ઉ.વ.35 એ નોંધાવેલ ફરિયાદ માં આજે સવારે પોતાના ભાઈ અમિતભાઈ મારું તેઓ મહુવા કોર્ટ ખાતે બેલીફ તરીકે ફરજ બજાવે છે.

તેઓ એડવોકેટ નીતિનભાઈ ગોવિંદભાઈ નાગર ની નિશાન માઈક્રા કાર નં. જીજે-04-સિજે-5238 મા બેસી મહુવા રવાના થયા હતા.કારમાં ત્રીજા વ્યક્તિ ગૌતમભાઈ ભવાનભાઈ મારું પણ હતા. કાર તળાજા ના પાંચ પીપળા પાસે પહોંચી એ સમયે સામેથી આવતા બાઈક ને ચાલક જોઈ જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટીખાઈ ગયેલ.જેમાં સ્થળ પરજ બેલીફ અમિતભાઇ મારું નું મૃત્યુ થયેલ.ચાલક નીતિનભાઈ ને ઇજા થતાં તેઓને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બે ફિકરાઈ પૂર્વક કાર ચલાવી,અકસ્માતે પલ્ટી ખાઈજવી અને બેલીફ નું મૃત્યુ બદલ હિતેશભાઈ મારુની અલંગ પોલીસે નીતિનભાઈ નાગર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અલંગ પોલીસને પ્લોટ-22 સામેથી ભૈયાની લાશ મળતા પેનલ પી.એમ
અલંગ પોલીસ અને તળાજા રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગતો મુજબ અલંગ ના પ્લોટ નં.22 સામે થી ગતરાત્રે એક માનવ લાશ મળી આવેલ. મૃતક અજય ઉર્ફે પંડિત ભૂલેશ્વર ઉ.વ.48 મૂળ.રે યૂ.પી નો હોવાનું જાણવા મળેલ. શંકાસ્પદ મોત ને પગલે તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાઆવેલ.જ્યાં ડો.સોલંકી અને.ડો.સાકીયા એ પેનલ પી.એમ.કરેલ. પી.એમ માં પ્રાથમિક તારણ મુજબ સ્વસન ક્રિયા રોકાઈ જવાથી મોત નિપજેલ છે.


Loading...
Advertisement