રાજકોટ, તા. 13
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં એક તરફ કોરોના વેકસીનનો ડોઝ સપ્લાય થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોના પોઝીટીવ કસમાં રાહત સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો થતા રાહત પ્રર્વતી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં 125 કેસ સામે 193 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કચ્છમાં પણ સંક્રમણમાં ઘટાડો સાથે 41 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ 57 શહેર 15 ગ્રામ્ય કુલ 72, ભાવનગર 11 શહેર 3 ગ્રામ્ય કુલ 14, જામનગર 8 શહેર 1 ગ્રામ્ય કુલ 9, જુનાગઢ 5 શહેર 4 ગ્રામ્ય કુલ 9, સુરેન્દ્રનગર 6, મોરબી 5, અમરેલી 4, દ્વારકા-ગીર સોમનાથ-પોરબંદર જિલ્લામાં 2-2 સહિત 125 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સંખ્યા જોતા રાજકોટ 77, જામનગર 19, જામનગર 16, જુનાગઢ 18, સુરેન્દ્રનગર 2, મોરબી 8, અમરેલી 1, દ્વારકા 2, ગીર સોમનાથ 44, બોટાદ 6 સહિત 193 ર્દીઓ સ્વસ્થ થયા છે. રાજકોટ-2, જામનગર 1, બોટાદ 1 મળી 4 દર્દીના મોત નોંધાયા છે. રાજયના 24 કલાક દરમિયાન 855 પોઝીટીવ કેસ સામે 602 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયનો પોઝીટીવ રેઇટ 95.34 ટકા નોંધાયો છે.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં ર4 કલાક દરમિયાન સંક્રમણમાં ઘટાડા સાથે વધુ નવા 72 પોઝીટીવ કેસ નોંધાયા હતા અને 77 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઉતરાયણ પર્વના તહેવારોમાં રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રએ રાહત અનુભવી છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,947 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 7 પુરૂષ અને 4 સ્ત્રી મળી કુલ 11 કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે 1, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે 1 તથા મહુવા તાલુકાના નૈપ ગામ ખાતે 1 કેસ મળી કુલ 3 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 16 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 17 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આમ જિલ્લામા નોંધાયેલા 5,947 કેસ પૈકી હાલ 33 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,838 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.
દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને ભાણવડ તાલુકામાં કોરોના પોઝિટિવના એક-એક કેસ ગઈકાલે નોંધાયા છે. જ્યારે ખંભાળિયા અને કલ્યાણપુરમાં એક પણ નવા દર્દી નોંધાયા નથી. આ વચ્ચે ગઈકાલે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી. જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંક 30 સુધી પહોંચ્યો છે. મૃત્યુ પામેલા કુલ સંક્રમીતોની સંખ્યા 78ની છે.
જામનગર
જામનગર જિલ્લામાં વધુ નવા 14 કેસ સામે કુલ આંક 9986 પર પહોંચ્યો છે વધુ એક દર્દીનું મોત થયું છે.
જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેર, મેંદરડા, માળીયા હાટીના મળી કુલ 9 કેસ નોંધાયા છે જેમાં 5 શહેર અને 4 ગ્રામ્યનો સમાવેશ થાય છે.
અમરેલી
ગુજરાતમાં ગઇકાલે વેકસીન આવી જતા આગામી તા. 16થી વેકસીન આપવાની કામગીરી શરૂ થનાર છે. ત્યારે વેકસીન આવતા જ જાણે કોરોનાના વળતા પાણી થયા હોય તેમ આજે અમરેલી જિલ્લામાં માત્ર 1 કોરોના પોઝીટીવ દર્દી મળ્યો છે. કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓ સ્વસ્થ થતા હવે માત્ર 28 દર્દીઓ સારવાર હેઠળ છે. આજદિન સુધીમાં અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા 3748 થવા પામી છે.