હાર્દિક પંડ્યાનો નવો લુક વાયરલ: ચાહકો આફરિન

13 January 2021 01:01 PM
Sports
  • હાર્દિક પંડ્યાનો નવો લુક વાયરલ: ચાહકો આફરિન

મુંબઈ, તા.12
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકની તસવીરો તો હંમેશા ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે ત્યારે ફરી હાર્દિક પોતાના સ્ટાઈલિશ લુકને ચર્ચામાં આવ્યો છે. હાર્દિક આ લુકમાં અત્યંત શાનદાર લાગી રહ્યો છે અને તેનો બોલ્ડ લૂક ચાહકોને અત્યંત પસંદ પણ પડી રહ્યો છે.આ તસવીરમાં હાર્દિક બ્લુ કલરની હુડી અને હાફ પેન્ટમાં દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં તેણે કાળા કલરનું માસ્ક પણ પહેર્યું છે અને પગમાં ચપ્પલ પહેર્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક અને તેનો પુત્રી અક્ષસ્ત્ય સોશ્યલ મીડિયા પર અત્યારે ટ્રેન્ડીંગ છે. તાજેતરમાં જ બન્નેનો ક્યુટ વીડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતોજેમાં અગસ્ત્ય અત્યંત પ્રેમથી બેઠેલો છે અને તેના પપ્પા હાર્દિક તેને ફેરવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement