કૃષિ કાયદાના વિરોધમાં કાલે પતંગ ઉડાડી ખેડૂતોને સમર્થન અપાશે : કોંગ્રેસ પ્રવકતા

13 January 2021 12:57 PM
Amreli
  • કૃષિ કાયદાના વિરોધમાં કાલે પતંગ ઉડાડી ખેડૂતોને સમર્થન અપાશે : કોંગ્રેસ પ્રવકતા

કોંગ્રેસ કાર્યકર્તાઓ પતંગ ઉડાડી ખેડૂતોને સમર્થન પુરૂ પાડશે

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.13
જગતનું પેટ ભરનાર ખેડૂતો આજે કૃષિ વિરોધી કાળા કાયદા પરત ખેંચવાની માંગ સાથે પ0 દિવસથી નવી દિલ્હીની સરહદે આંદોલન કરી રહૃાા હોય કોંગ્રેસ પક્ષ ઘ્વારા રાજયનાં તમામ પતંગ રસિયાઓને ખેડૂતોને સમર્થન કરતાં સુત્ર સાથેની પતંગ બનાવીને કોંગી કાર્યકરોને આપીને તે પતંગ ચગાવીને તેનો ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરતી પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મોકલવા અનુરોધ કર્યો છે.કોંગ્રેસ સમિતિનાં પ્રવકતા વિજય દવેએ એક નિવેદનમાં જણાવેલ છે કે, દેશભરના 6ર કરોડ ખેડૂતો મોદી સરકાર ઘ્વારા થોપવામાં આવેલા ત્રણ કૃષિ વિરોધી કાળા કાયદાથી છિન્નભિન્ન થઈ ગયેલ જિંદગી અને આજીવિકા માટે લડત ચલાવી રહૃાાં છે. છેલ્લા 4પથી વધારે દિવસથી લાખો ખેડૂતો દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહૃાા છે અને 60 જેટલા ખેડૂતોઆ કડકડતી ઠંડી, કમૌસમી વરસાદ અને વાવાઝાોડાની કફોડી હાલતમાં આ લડતમાં શહીદ થઈ ચુકયા છે.આ સંજોગોમાં દેશના ખેડૂતોની આ લડાઈના સમર્થનમાં મકરસંક્રાતિના આ પર્વ નિમિત્તે સૌ આ સાથેની ડિઝાઈન સાથેના પતંગ ઉડાવીએ અને તેની ફોટોગ્રાફી- વિડીયોગ્રાફી કરી તેની લીન્ક : 84014 181પ8 નંબર ઉપર ઉપર મોકલી આપવા અંતમાં જણાવેલ છે.


Loading...
Advertisement