મકર સંક્રાંતિના દિવસે ખીચડી, તલ, કાળી વસ્તુઓ તથા ગોળ-ઘીનું દાન કરવાથી શનિ દોષમાં રાહત

13 January 2021 12:50 PM
Dharmik
  • મકર સંક્રાંતિના દિવસે ખીચડી, તલ, કાળી વસ્તુઓ તથા ગોળ-ઘીનું દાન કરવાથી શનિ દોષમાં રાહત

રાજકોટ, તા. 13
મકરસંંક્રાંતિમાં જણાવેલી વસ્તુઓના દાનથી ન માત્ર શનિદોષ દુર થશે પરંતુ તમારી કેરીયરમાં પણ ફાયદો થશે. શાસ્ત્રોમાં ઉત્તર દિશાને દેવ દિશા માનવામાં આવેલ છે અને મકર સંક્રાંતિના દિવસે જ્યારે સૂર્ય ઉતરાયણ થઇને ભ્રમણ કરવાનું શરૂ કરે છે. આ અવસરે દેવલોકનો દરવાજો ખુલી જાય છે એવામાં પૂજાપાઠ તથા ગંગા સ્નાનની સાથોસાથ દાન પુણ્યનું પણ બેહદ મહત્વ છે.કહેવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે અને આ દિવસે કરવામાં આવેલુ દાન સો ગણુ ફળ આપે છે. મકર સંક્રાંતિ પર કેટલીક ખાસ ચીજોનું દાન કરવામાં આવે તો ન માત્ર શનિદોષ દૂર થશે પરંતુ તમારી કારકીર્દી એક શાનદાર રફતાર પકડી શકે છે.મકરસંંક્રાતિના દિવસે કઇ કઇ વસ્તુઓનું દાન શુભદાયી છે તે જાણીએ.


ખિચડી
મકરસંક્રાંતિના ખીચડી આરોગવી તે બેહદ મહત્વની ચીજ છે પરંતુ જો ખીચડીનું દાન કરવામાં આવે તો અતિ શુભ છે. આ દિવસે દાળ-ચોખાની ખીચડી ખાવી અને દાન કરવી શુભ છે. જો ખીચડીનું દાન કરવું હોય તો કાળા અડદની દાળ સાથે ચોખા મેળવીને બનાવવા અને દાન કરવું. જો કાચી ખીચડીનું દાન કરવું હોય તો અડદની દાળ, ચોખા, હળદર, મીઠુ અને દેશી ઘીને અલગ અલગ વાસણમાં રાખીને દાન કરવું અડદ શનિનું પ્રતિક છે. તેથી તેનું દાન કરવાથી શનિદોષ દુર થશે અને ચોખાને અક્ષય અનાજ કહેવામાં આવે છે. ચોખાનું દાન કરવાથી સો ગણુ પુણ્ય મળે છે. મકરસંક્રાંતિના તલના લાડુ બનાવીને પરિવારનું મોઢુ મીઠુ કરાવવું જોઇએ.


તલ
મકરસંક્રાંતિમાં તલના લાડુ ખાવામાં આવે છે અને તલના અન્ય પકવાન પણ ખાવામાં આવે છે સાથે તલનું દાન તે મહાન દાન છે તલ જોકે શનિદેવથી સંબંધિત છે તેટલા માટે તલના દાનથી શનિદોષ દૂર થાય છે. કહેવાય છે કે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે તેમના પુત્ર શનિદેવે કાળા તલોનો પ્રયોગ કર્યો હતો. આથી આ દિવસે તલનું દાન ખુબ શુભ માનવામાં આવેલ છે તેથી શનિદોષ ખતમ થાય છે અને સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે.


કાળા વસ્તુઓ
મકર સંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓ જેવી કે કાળો ધાબળો, કાળા વસ્ત્રો અથવા અન્ય જરૂરીયાતનો સામાન દાન કરી શકાય છે તેથી શનિદોષ પણ દૂર થશે સાથોસાથ રાહુનો પ્રભાવ પણ જીવનથી દુર થશે. પરંતુ ધ્યાન રાખવું કે જુના સામાનનું દાન ન કરવું. કાળા ધાબળાનું દાન કરવાથી ઠંડીમાં જરૂરતમંદોને રાહત મળશે. જેથી શનિદેવ તમારા ઉપર પ્રસન્ન થશે.


ગોળ-ઘી
શાસ્ત્રોમાં જણાવાયુ છે કે ગોળ અને દેશી ઘી બંને ગુરૂ સાથે સંબંધ રાખે છે આ વખતે સંયોગથી મકર સંક્રાંતિ ગુરૂવારના છે એટલા માટે દાન કરતી વખતે જોવાનું કે કોઇપણ વસ્તુ ગુરૂની સાથે સંબંધીત હોય તો ઘણું શુભ થશે. ગોળ અને ઘીનું દાન કરી શકાય છે. શુદ્ધ ઘીનું દાન કરવાથી કારકીર્દીમાં નવી ઉંચાઇઓ અને રફતાર પકડાશે જ્યારે ગોળનું દાન દેવાથી શનિદોષ તથા ગુરૂદોષ દુર થશે.


Related News

Loading...
Advertisement