ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ માત્ર પેલેસની સજાવટમાં ફૂલોમાં રૂા.5 કરોડ ખર્ચી નાખ્યા

13 January 2021 12:44 PM
World
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ માત્ર પેલેસની સજાવટમાં ફૂલોમાં રૂા.5 કરોડ ખર્ચી નાખ્યા

કોરોના કાળમાં દુનિયા કરકસર કરી રહી છે ત્યારે....:પબ્લિક અને વિરોધ પક્ષે રાષ્ટ્રપતિની નિંદા કરી

વોશીંગ્ટન તા.13
બિનજરૂરી અને નકામા ખર્ચા માત્ર ભારતના જ નેતાઓ નથી કરતા ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ પણ આ મામલે પાછળ નથી. હાલ કોરોના મહામારીનાં સમયમાં દુનિયાના દરેક દેશો ફિજુલ ખર્ચા બંધ કરી રહ્યા છે ત્યારે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોએ માત્ર ફુલો પાછળ પાંચ કરોડ રૂપિયા વાપરી નાખ્યા છે.જીહા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોએ રાષ્ટ્રપતિ ભવન એલીપી પેલેસમાં વર્ષ 2020 માં કેવળ ફૂલો પર જ 729000 ડોલર (પાંચ કરોડ છત્રીસ લાખ રૂપિયાથી વધુ) ખર્ચ કર્યો હતો.કોરોના કાળમાં કરવામાં આવેલા આ શાહી ખર્ચને લઈને વિરોધીઓના નિશાન પર આવી ગયા છે.આમ જનતા પણ પોતાના રાષ્ટ્રપતિની નિંદા કરી રહી છે.


Related News

Loading...
Advertisement