કોરોનાના ડર વચ્ચે ઉમંગથી ઉજવાશે મકર સંક્રાંતિ પર્વ : આકાશમાં રચાશે રંગબેરંગી પતંગોની રંગોળી

13 January 2021 11:50 AM
Rajkot Saurashtra
  • કોરોનાના ડર વચ્ચે ઉમંગથી ઉજવાશે મકર સંક્રાંતિ પર્વ : આકાશમાં રચાશે રંગબેરંગી પતંગોની રંગોળી
  • કોરોનાના ડર વચ્ચે ઉમંગથી ઉજવાશે મકર સંક્રાંતિ પર્વ : આકાશમાં રચાશે રંગબેરંગી પતંગોની રંગોળી
  • કોરોનાના ડર વચ્ચે ઉમંગથી ઉજવાશે મકર સંક્રાંતિ પર્વ : આકાશમાં રચાશે રંગબેરંગી પતંગોની રંગોળી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલે:ઉત્તરાયણ એટલે દાનનો મહિમા : લોકો ગૌમાતાને ઘાસચારો નીરશે : અગાસી પર ‘કાપ્યો છે’નો સંભળાશે નાદ : ઉંધીયુ, શેરડી, ચીકી, જીંજરાની મોજ માણશે લોકો : કાલે કમુહૂર્તા પૂર્ણ

રાજકોટ, તા. 13
આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મકર સંક્રાંતિનું પર્વ કોરોનાના કારણે સાવચેતી, સાવધાની તથા સર્તકતા સાથે ઉજવાશે. લોકોના હૈયામાં પર્વની ઉજવણીનો ઉમંગ છે પરંતુ કોરોનાના કારણે સરકારના માર્ગદર્શન અનુસાર લોકો ઉજવણી કરશે આવતીકાલે નાના મોટા સૌ અગાસીએ ચડીને પતંગ ઉડાડવાનો અનેરો લ્હાવો લેશે કાલે શેરડી, ચીકી, બોર, જીંજરા વગેરે ખાઇને પર્વની ઉજવણી કરશે.


આવતીકાલે સવારે 8.14 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આવતીકાલે ગૌદાનનું મહત્વ સવિશેષ છે. લોકો અબોલ જીવોને ઘાસચારો નાંખીને પુણ્યના ભાગી બનશે. કાલે કમુહૂર્તા ઉતરી જશે. તા.19મી જાન્યુઆરીના એક જ દિવસ લગ્નનું મુહૂર્ત છે અને માર્ચ સુધી કોઇ લગ્નના મુહૂર્તો નથી. કારણે ગુરૂનો અસ્ત થનાર છે. આવતીકાલે લોકો અગાસી પર જઇને ‘કાપ્યો છે’નો નાદ ગુંજી ઉઠશે. આ વખતે કોરોનાના કહેર વચ્ચે ઉજવણીનો રંગ ફીકો પડયો છે. આજે રાત્રે પતંગ બજારમાં પતંગો-ફીરકીનું વેચાણ દર વર્ષ જેવું નહિ થાય તેવી સંભાવના છે.


Related News

Loading...
Advertisement