લખનૌ તા.13
હાઈકોર્ટમાં અયોધ્યાનાં વિવાદીત માળખાને તોડી પાડવાના મામલામાં 30 સપ્ટેમ્બર 2020 ના ફેસલાને પડકાર આપતી રિવીઝન અરજી પર આજે સુનાવણી થશે. અરજીમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહ, ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, વિનય કટીયાર, ઉમા ભારતી, સહીત 32 આરોપીઓને છોડી દેવા મામલે વિશેષ અદાલતના ફેસલાને ખોટો અને તથ્યોની વિપરીત ગણાવ્યો હતો.આ અરજી અયોધ્યાનાં હાજી મહેબુબ અહમદ અને સૈયદ અખલાક અહમદ તરફથી દાખલ કરાઈ છે. અરજી કરનારે આ કેસમાં પોતે સાક્ષી હોવાની સાથે સાથે વિવાદીત માળખાના વિધ્વંશની ઘટનાના પીડીત હોવાનું પણ જણાવ્યુ હતું.આ અરજદારોએ અગાઉ વિશેષ અદાલતમાં પ્રાર્થના પત્ર દાખલ કરી તેમને સાંભળવાની માંગ કરી હતી પણ વિશેષ અદાલતે તેમના પ્રાર્થના પત્રને ફગાવી દીધો હતો.