એક તરફા ગીતને 100 મિલિયન વ્યુઝ મળતાં ખુશ છે દર્શન રાવલ

13 January 2021 11:13 AM
Entertainment Top News
  • એક તરફા ગીતને 100 મિલિયન વ્યુઝ મળતાં ખુશ છે દર્શન રાવલ

મુંબઇ તા. 13 : દર્શન રાવલના ગીત એક તરફાને યુટયુબ પર 100 મિલિયન વ્યુઝ મળતા તે ખુબ ખુશ છે. આ ગીતને જુલાઇમાં રીલીઝ કરવામાં આવ્યુ હતુ. લોકોને આ ગીત ખુબ પસંદ પડયુ છે. લોકો દર્શનને એના માટે શુભેચ્છા આપી રહયા છે. આ અગાઉ પણ તેણે બારીશ લાતે આના, હવા બનકે અને દિલ મેરા બ્લાસ્ટ બનાવ્યા હતા.એક તરફને 100 મિલ્યન વ્યુઝ મળતા દર્શને કહયું હતું કે ગીત એક તરફા મારા માટે ખુબ સ્પેશ્યલ છે. આ મોન્સુન ટ્રેક છે અને અમે એને લોકડાઉનમાં જ રિલીઝ કર્યુ હતુ. ગીતની મેકિંગ ગ્રેટ છે અને સૌના માટે અલગ જ અનુભવ છે. હું ખુશ છું કે દર્શકોને એ ગીત ખુબ પસંદ છે. 100 મિલિયન એક આકર્ષક નંબર છે અને એક કલાકાર તરીકે લોકોને આટલો પ્રેમ મળવો અને મારા કામની પ્રશંસા થવી એ મારા માટે ખુબ આનંદની બાબત છે.


Related News

Loading...
Advertisement