સિડનીમાં ટૂંકા પડ્યા, બ્રિસ્બેનમાં હરાવશું: માર્નસ લાબુશેનનો હુંકાર

13 January 2021 11:04 AM
Sports
  • સિડનીમાં ટૂંકા પડ્યા, બ્રિસ્બેનમાં હરાવશું: માર્નસ લાબુશેનનો હુંકાર

અમે જીતના ઈરાદા સાથે જ ગાબા પહોંચ્યા છીએ: સિડની ટેસ્ટ ડ્રો કરાવવા બદલ ભારતીય બેટિંગના કર્યા વખાણ

નવીદિલ્હી, તા.13
ઓસ્ટ્રેલિયન બેટસમેન માર્નસ લાબુશેનનું માનવું છે કે ભારતે સિડની ટેસ્ટના ચોથા દિવસે જે પ્રકારે ટકીને બેટિંગ કરી એ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વધુ કંઈ બદલી શકે તેમ નહોતા. જો કે બ્રિસ્બેનમાં ભારતને હરાવીનેે શ્રેણી જીતવા માટે ઓસ્ટ્રેલિયા સજ્જ બની ગઈ છે. ભારતીય બેટસમેનોએ 407 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં શાનદાર બેટિંગની મદદથી સિડની ટેસ્ટ ડ્રો કરાવ્યોહતો.સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 91 અને 73 રનની ઈનિંગ રમનારા લાબુશેને કહ્યું કે અમે ટેસ્ટ મેચ ડ્રો રમ્યો પરંતુઆ ટેસ્ટ શ્રેણી છે અને અમે અહીં જીતવાના જ છીએ. આ મેચનું પરિણામ કાં તો અમારી જીતનું હોત અથવા તો ડ્રો જ રહેવાનું હતું. હવે અમે ગાબામાં છીએ અને અહીં જીતવા માટે આવ્યા છીએ એટલા માટે અમારું ધ્યાન ભારતીય ટીમને હરાવવા પર જ છે. લાબુશેને કહ્યું કે ઓસ્ટ્રેલિયાને પાંચમા દિવસે પીચથી થોડી વધુ મદદ મળશે તેવી આશાહતી પરંતુ ભારતીય ખેલાડીઓ ક્રિઝ પર અડીખમ રહીને મેચ ડ્રો કરાવી ગયા હતા. સિડની ગ્રાઉન્ડપર પાંચમા દિવસેપીચ પર સામાન્ય રીતે વધુ તૂટ-ફૂટ થાય છે, થોડો વધુ બાઉન્સ મળે છે પરંતુ કોઈ ટીમ 131 ઓવર રમી જાય તો તેના બેટસમેનોને જ શ્રેય આપવો જ પડે.


Related News

Loading...
Advertisement