બોટાદ તાલુકાની સમસ્યાઓનો ઉકેલ કયારે? ઉગ્ર રજુઆત

13 January 2021 10:59 AM
Botad
  • બોટાદ તાલુકાની સમસ્યાઓનો ઉકેલ કયારે? ઉગ્ર રજુઆત

બોટાદ તા.13
ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર લોકલ ટ્રેન લાંબા સમયથી બંધ છે આ ત્રણેય જિલ્લાની આમ જનતાને પારાવાર તકલીફ તથા બેવડા ખર્ચાઓનો ભોગ બનવુ પડે છે. સામાન્ય જનતાના કલ્યાણ માટે ટ્રેન તાકીદે ચાલુ કરવી જોઇએ. જવાબદારો આ અંગે ઘટતુ કરે અન્યથા ના છુટકે આંદોલન કરવાની ફરજ પડશે. બોટાદ નગરપાલિકા જોગ જુની મેઇન શાક માર્કેટની બગલમાં આવેલી યુરિનલ ખંડેર જેવી થઇ છે. બોટાદ શહેરનો આ કોર્મશીયલ વિસ્તાર હોવાથી ખૂબ જ અગવડતા પડે છે તો બોટાદનો વિકાસ ઝડપે થઇ રહ્યો છે. આ વિકાસ સ્વયંભુ છે હવે તો જિલ્લો બન્યો છે. તાકીદે સીટી બસની વ્યવસ્થા બોટાદ નગરપાલિકા કરે તેમ જણાવાયુ છે તેમજ રમત-ગમતનું મેદાન, ફીલ્ટર પ્લાન્ટ, બ્રીજ, રસ્તો વગેરેની કામગીરી હાથ ધરવી જોઇએ. પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી. દર બે માસે બીલ આપવાથી ગ્રાહકોને સરચાર્જનો માર સહન કરવો પડે છે. દર માસે વીજબીલ આપવાની પ્રથા તાકીદે દાખલ કરવી જોઇએ. બોટાદ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ વતી સલાહકાર સી.એમ. ગીલાણી તથા કાર્યાલયમંત્રી પ્રોગ્રામ ઓફિસર ચંદુભાઇ મીલીયાની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement