ધોરાજીની કે.ઓ. શાહ કોલેજ ખાતે સ્વામિ વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કરાયા

13 January 2021 10:54 AM
Dhoraji
  • ધોરાજીની કે.ઓ. શાહ કોલેજ ખાતે સ્વામિ વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કરાયા

વિવેકાનંદજીના વિચારો જીવનમાં ઉતારવા છાત્રોને આહવાન

ધોરાજી તા. 13
ધોરાજીની કે.ઓ. શાહ કોલેજ ખાતે સ્વામિ વિવેકાનંદની 1પ8મી જન્મ જયંતી યુવા દિન નીમીતે સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર કરવામાં આવેલ હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરીષદના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા અને ભારત વિકાસ પરીસંઘના હોદેદારો તેમજ કે.ઓ. શાહ કોલેજના પ્રિન્સીપાલ ડો. સી.વી. બાલઘા અને સ્ટાફગણ અને વિધાર્થીઓ એ હાજર રહી વિવેકાનંદજીના વિચારો જીવનમાં ઉતારવા વિધાર્થીઓને આહવાન કરેલ હતુ.


Loading...
Advertisement